યુદ્ધવિરામ પછી ખામેનીનો હુંકાર: ઇઝરાયલ અને અમેરિકા પર વિજય!

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ પછી બંને દેશ વચ્ચે યુદ્ધવિરામનો જશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાટ્યો છે. યુદ્ધવિરામ પછી આજે ઈરાનના સુપ્રીમો લીડર અલી ખામેનીએ ઈઝરાયલના યુદ્ધ પછી પહેલી વાર દેશને સંબોધ્યો હતો. દેશવાસીઓને અભિનંદ આપ્યા હતા, ત્યાર બાદ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે ઈઝરાયલ સામેની જીત માટે અભિનંદન. ખામેનીએ કહ્યું કે અમેરિકાના મોં પર પણ આ જોરદાર તમાચો છે અને ઈઝરાયલને કચડી નાખ્યું.
ખામેનીએ કહ્યું કે આટલા બધા શોર-શરાબા અને દાવાઓ પછી પણ જાયનિસ્ટ શાસન ઈસ્લામી ગણરાજ્યોના પ્રહારો આગળ ધ્વંસ્ત થયું છે. ઈઝરાયલને કચડી નાખવા માટે પ્રતીકાત્મક રુપે એક બૂટની એઆઈ ઈમેજ પણ પોસ્ટ કરવામાં આવી છે.
અન્ય એક ટવિટમાં ખામેનીએ લખ્યું છે હું અમેરિકન સત્તા પર જીતના તમને અભિનંદન આપું છું. અમેરિકન સરકારે યુદ્ધમાં સીધી એન્ટ્રી કરી હતી, કારણ કે એમને લાગ્યું હતું કે જો એ લોકો યુદ્ધમાં ઉતરશે નહીં તો જાયનિસ્ટ શાસનનો સફાયો થઈ જશે. જોકે, આ યુદ્ધથી અમેરિકાને કંઈ મળ્યું નથી, જ્યારે ઈસ્લામી સલ્તનત વિજય થયો છે, જ્યારે બદલામાં અમેરિકાના મોંઢા પર જોરદાર તમાચો માર્યો છે.
ખામેનીએ પોતાના સંબંધોનમાં અમેરિકાના બળેલા ઝંડાની એક એઆઈ ઈમેજ પોસ્ટ કરી અને મેસેજમાં લખ્યું છે કે અમે ક્યારેય કોઈના અધિકારોનું ઉલ્લંઘન કર્યું નથી અને ના તો અમે કોઈને અમારા અધિકારોનું ઉલ્લંઘન કરવા દઈશું નહીં. એટલું જ નહીં, અમે કોઈના અત્યાચારો સામે આત્મસમર્પણ પણ કરીશું નહીં. આ જ ઈરાની રાષ્ટ્રનો તર્ક છે.
આપણ વાંચો મેક્સિકોમાં ગેંગવોર, પાર્ટીમાં થયો ગોળીબાર, 12ના મોત અનેક ઘાયલ, જાણો શું છે મામલો
સુપ્રીમ લીડર ખામેનીએ 13 જૂનના યુદ્ધ શરુ થયા પછી સાર્વજનિક રીતે જોવા મળ્યા નથી. યુદ્ધની શરુઆત પછી ઈઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ ઠેકાણા અને અન્ય ટોચના વૈજ્ઞાનિક અને અધિકારીઓ પર હુમલાથી શરુ થઈ હતી, ત્યાર પછી ખામેનીને એક ગુપ્ત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
19મી જૂનના એક વીડિયો મારફત લોકોને મેસેજ મોકલવામાં આવ્યો હતો, પરંતુ એ તેમના બંકરમાંથી શૂટ કરવામાં આવ્યો હતો, જ્યાંથી એક મેસેજ આપવામાં આવ્યો હતો. એ વીડિયોમાં ઈઝરાયલ પરની જીત પર નાગરિકોને અભિનંદન આપ્યા હતા.