ઇન્ટરનેશનલનેશનલ

બ્રિટનની નવી સરકાર ‘કાશ્મીર’ અંગે શું વલણ ધરાવે છે? ભૂતકાળમાં આવો પ્રસ્તાવ રજુ કરી ચુક્યા છે

બ્રિટનમાં 14 વર્ષ બાદ સત્તા પરિવર્તન આવ્યું છે. લેબર પાર્ટી(Labour party)એ કન્ઝર્વેટિવ પાર્ટી સામે જંગી જીત મેળવી છે. ઋષિ સુનકને બદલે હવે કીર સ્ટારમેર(Keir Starmer) નવા વડા પ્રધાન બન્યા છે. તેમના નેતૃત્વમાં બ્રિટનના ભારત સાથેના બ્રિટનના સંબંધોમાં નવો અધ્યાય શરુ થશે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે નવી બ્રિટિશ સરકાર ભારતને લગતા મુદ્દાઓને અંગે શું વલણ દાખવે છે. વડાપ્રધાન કીર સ્ટારમર ‘કાશ્મીર’ અને ‘હિંદુફોબિયા’ જેવા મુદ્દાઓ પર શું વિચારે છે?

ભૂતકાળમાં અન્ય બ્રિટિશ રાજકીય પક્ષો કરતાં લેબર પાર્ટીએ ભારત સાથે માનવાધિકાર ઉલ્લંઘન અને કાશ્મીરનો મુદ્દો વધુ જોરશોરથી ઉઠાવ્યો હતો. જેરેમી કોર્બીનના નેતૃત્વ હેઠળ, લેબર પાર્ટીએ સપ્ટેમ્બર 2019 માં તેની વાર્ષિક કોન્ફરન્સમાં કાશ્મીરની સ્થિતિ પર કટોકટી પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ઑગસ્ટ 2019 માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના ભારત સરકારના નિર્ણય બાદ બ્રિટનમાં લેબર પાર્ટીએ પસાર કરેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે આ ક્ષેત્રમાં માનવતાવાદી કટોકટી છે અને કાશ્મીરી લોકોને આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ.

એ સમયે કોર્બીનની આગેવાની હેઠળની લેબર પાર્ટીના પગલા અંગે ભારતે કડક પ્રતિક્રિયા આપી હતી. ભારતીય મૂળના કેટલાક લેબર પક્ષના સાંસદો અન્ય આગેવાનોને આ ઠરાવ બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ પગલાને ભારત વિરોધી તરીકે જોવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…
હોય નહીં! બ્રિટનના સૌથી ધનાઢ્ય હિન્દુજા પરિવારે નોકર કરતાં પાલતુ કૂતરા પાછળ વધુ ખર્ચ કર્યો

કોર્બીનને 2020 માં લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમણે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ઈસ્લિંગ્ટન નોર્થમાંથી જીત્યા હતા. હવે, બ્રિટનના નવા વડા પ્રધાન સ્ટારમર ભૂતકાળમાં તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ભૂલોને સુધારે તેવી શક્યતા છે. તેમના મેનિફેસ્ટોમાં ભારત સાથે “નવી વ્યૂહાત્મક ભાગીદારી” ને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સામેલ છે.

મેનીફેસ્ટો મુજબ “ અમારી સરકાર સહયોગીઓ અને પ્રાદેશિક દેશો સાથે નવી ભાગીદારીનું નિર્માણ કરશે અને તેને મજબૂત કરશે. અમે ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારીની શક્યતા શોધીશું, જેમાં મુક્ત વેપાર કરારનો સમાવેશ થાય છે, તેમજ સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે.”

ગયા મહિને, લેબર પાર્ટીના નેતા અને હવે વિદેશ સચિવ ડેવિડ લેમીએ ભારત તરફના અભિગમમાં સાતત્યની વાત કરી હતી.

બ્રિટિશ વડા પ્રધાન તરીકે કીર સ્ટારમરે જવાબદારી સંભાળતા, સૂચિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર કામ ઝડપથી કામ થવાની અપેક્ષા છે. જ્યારે ઋષિ સુનકના કાર્યકાળ દરમિયાન આ મુદ્દા પર વાતચીત ધીમી ગતિએ આગળ વધી હતી, હવે તેની ગતિ ઝડપી થવાની સંભાવના છે. તે જ સમયે, ભારતીય પક્ષને આશા છે કે 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમની હાજરી વધશે અને જેઓ ભારત વિરોધી પ્રચારમાં રોકાયેલા છે, તેમની હાજરી ઘટશે.

સ્ટારમેરે તેમને ખાતરી પણ આપી છે કે બ્રિટનમાં હિન્દુફોબિયા માટે કોઈ સ્થાન નથી. તેમના આઉટરીચના ભાગ રૂપે, તેમણે લંડનમાં દિવાળી અને હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button