જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાનું અચાનક રાજીનામું! આ કારણે પદ છોડવા મજબુર

ટોક્યો: જાપાનમાં છેલ્લા ઘણાં મહિનાઓથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિગેરુ ઇશિબાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અહેવાલ મુજબ સત્તારૂઢ પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં ભાગલા ટાળવા માટે શિગેરુ ઇશિબાએ રાજીનામું આપવાનો નિર્ણય (Japan Shigeru Ishiba resign)લીધો છે.
શિગેરુ ઇશિબાએ ગત ઓક્ટોબર મહિનામાં જાપાનનું વડા પ્રધાન પદ સાંભળ્યું હતું. ત્યાર બાદ ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને એક બાદ એક ચૂંટણીમાં હાર મળી હતી. હાલ જાપાનમાં તેમની સરકાર લઘુમતી છે, જેના કારણે સરકારે બનાવેલી નીતિઓનો અમલ કરવો મુશ્કેલ છે.
આકારણે લીધો નિર્ણય:
ગયા વર્ષે ઓક્ટોબરમાં જાપાનની સંસદના નીચલા ગૃહની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધને બહુમતી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ જુલાઈમાં જાપાનની સંસદના ઉપલા ગૃહની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ હેઠળનું ગઠબંધન બહુમતી મેળવી શક્યું નહીં. સંસદમાંથી કોઈ પણ બિલ પસાર કરાવવા માટે સરકારે વિપક્ષ સાથે સમાધાન કરવું પડે છે. જેને કારણે સત્તારૂઢ પક્ષના ઘણા નેતાઓ ઈશીબાથી નારાજ છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી જાપાનમાં ચોખાની કિંમત સતત વધી રહી છે, ચોખા જાપાનના પરંપરાગત મુખ્યનો મુખ્ય હિસ્સો હોવાથી સામાન્ય લોકોને આર્થીક ફટકો પડ્યો છે. જેને કારણે લોકોમાં સરકાર સામે રોષની લાગણી છે.
સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, જાપાનના કૃષિ પ્રધાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન શનિવારે ઈશિબાને મળ્યા અને તેમને રાજીનામું આપવા માટે મનાવ્યા હતાં.
આપણ વાંચો: ટ્રમ્પના તમામ પ્રયાસો નિષ્ફળ? રશિયાએ કિવ પર ડ્રોન હુમલો કર્યો, એક વર્ષના બાળક સહિત 2નાં મોત