ઇન્ટરનેશનલ

જાપાને પહેલીવાર સ્વદેશી ધરતી પર કર્યું મિસાઈલ પરીક્ષણ, ડ્રેગનની થશે ઊંઘ હરામ?

ટોકિયોઃ મિડલ ઈસ્ટમાં અસ્થિરતા વચ્ચે અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ પ્રતિક્રિયા આપી હતી, ત્યાર બાદ મહાસત્તાઓ પણ યુદ્ધવિરામ માટે અનુરોધ કર્યો હતો. જોકે, એકબાજુ દુનિયામાં અમેરિકા-રશિયા-ચીન પોતાનું વર્ચસ્વ વધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ચીનને નિયંત્રણમાં રાખવા માટે જાપાને પહેલી વાર સ્વદેશી ધરતી પર મિસાઈલ પરીક્ષણ કરીને સૌને ચોંકાવ્યા છે.

જાપાનના ઈતિહાસમાં પહેવાર એક નવી ઘટના બની છે. જાપાન અત્યારસુધી પોતાના અન્ય સંરક્ષણ ભાગીદાર દેશોની ભૂમિ પર મિસાઈલનું પરિક્ષણ કરતું હતું. પરંતુ હવે તેણે પોતાની એક મિસાઈલનું પહેલાવાર સ્વદેશી જમીન પર જ પરીક્ષણ કર્યું છે. જાપાનનું આ પગલું ચીન માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે, એવો સૂત્રોએ દાવો કર્યો હતો.

ટાઈપ-88 મિસાઈલનું કરાયું પરીક્ષણ
જાપાનની સેનાના દ્વારા આજે પહેલીવાર પોતાની જમીન પર મિસાઈલ પરીક્ષણ કર્યું છે. જેની સેનાના અધિકારીઓએ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “જાપાનના સૌથી ઉત્તરીય મુખ્ય ટાપુ હોક્કાઇડોના શિજુનાઈ એન્ટિ-એર ફાયરિંગ રેન્જમાં જમીનથી જહાજ સુધી હુમલો કરનારી ઓછા અંતરની મિસાઈલ ટાઈપ-88નું પરીક્ષણ કરવામાં આવ્યું છે.”

અભ્યાસમાં 300 જવાને ભાગ લીધો
જાપાની સેનાની ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સની પહેલી આર્ટિલરી બ્રિગેડના અભ્યાસમાં લગભગ 300 સિપાઈઓએ ભાગ લીધો હતો. હોક્કાઇડોના દક્ષિણી તટથી અંદાજે 40 કિમી દૂર એક માનવરહિત બોટને ટાર્ગેટ બનાવીને મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચીનને રોકવા માટેનો જાપાનનો પ્રયાસ
સેના દ્વારા જણાવાયું કે, “અધિકારીઓ પરીક્ષણના પરિણામની તપાસ કરી રહ્યા છે. આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું જ્યારે જાપાન ચીનને રોકવા માટે સ્ટ્રાઇક-બૈર ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પોતાના સૈન્ય નિર્માણને વેગવાન બનાવી રહ્યું છે.”

અગાઉ પણ જાપાને મિસાઈલ પરીક્ષણ કર્યું છે
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંત સુધીમાં જાપાન ટૉમહૉક મિસાઇલ સહિત લાંબા અંતરની ક્રૂઝ મિસાઇલોને તૈનાત કરવાની યોજના પણ બનાવી રહ્યું છે. જોકે આ અગાઉ પણ જાપાન અન્ય દેશની ભૂમિ પર મિસાઇલ પરીક્ષણ કરી ચૂક્યું છે, જેમાં અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા તેના સંરક્ષણ ભાગીદાર દેશોના પ્રદેશનો પણ સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button