ઇન્ટરનેશનલ

ઇઝરાયલનો સાયબર અટેક: એક ઝાટકે ઈરાનની 781 કરોડથી વધુની રકમ થઈ ગુમ

તહેરાન: ઇઝરાયલ-ઈરાન વચ્ચે છેડાયેલી જંગ દિવસેને દિવસે વધતી જાય છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ જેવા હથિયારો વડે હુમલો કરી રહ્યા છે. આ યુદ્ધમાં ઇઝરાયલે ઈરાનની આર્થિક કમર ભાંગવા સાયબર એટેકનો સહારો પણ લીધો છે. ઇઝરાયલના હેકર્સે લગભગ નવ કરોડ ડૉલર એટલે કે રૂપિયા 781 કરોડથી વધુની રકમ ગાયબ કરીને ઈરાનને મોટો ઝાટકો આપ્યો છે.

ઈરાનના પૈસા ચોરવાનું કોણે કર્યું પરાક્રમ?

‘ગોન્જેશકે દારાન્ડે’ નામના હેકર્સ ગૃપે ઈરાન પર થયેલા સાયબર એટેકની જવાબદારી લીધી છે. હેકર્સના ગૃપે ઈરાનના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ‘નોબિટેક્સ’ના સોર્સ કોડને પણ જાહેર કરી દીધો છે. આ ગૃપે ટેલિગ્રામ પર લખ્યું કે, “નોબિટેક્સમાં બાકી રહેલી સંપત્તિઓ હવે સંપૂર્ણપણે સાર્વજનિક થઈ ગઈ છે.”

બ્લોકચેન વિશ્લેષક ફર્મ એલિપ્ટિકે પોતાના એક બ્લોગમાં જણાવ્યું હતું કે, આ સાયબર અટેક દ્વારા ઈરાનને રાજકીય સંદેશ આપવામાં આવ્યો છે. હેકર્સે નોબિટેક્સને રાજકીય સંદેશ મોકલવા માટે આ ક્રિપ્ટોકરન્સીના આ ચલણને સંપૂર્ણપણે હટાવી લીધું છે. નોબિટેક્સમાંથી ચોરાયેલા પૈસા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટીકા કરતા સંદેશાઓ સાથે જોડાયેલા સરનામાં પર મોકલવામાં આવ્યા હતા. ‘ગોન્જેશકે દારાન્ડે’ હેકર્સ ગૃપે એક્સ પર એક પોસ્ટ કરીને નેટબિક્સ પર પશ્ચિમી પ્રતિબંધોથી બચવા અને આતંકવાદીઓને પૈસા મોકલવામાં ઈરાન સરકારની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

સાયબર હુમલાની અનેક ક્રિપ્ટોકરન્સી પર અસર

નોબિટેક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમારી એપ્લિકેશન તથા વેબસાઈટ કામ કરી રહીં નથી. કારણ કે અમે અમારી સિસ્ટમમાં અનધિકૃત એક્સેસની ગતિવિધિ જોવા મળી છે. તેથી નોબિટેક્સે પણ આ સાયબર હુમલાની પુષ્ટી કરી હોય એવું લાગી રહ્યું છે. અમેરિકન ચેનાલિસિસ ફર્મના નેશનલ સીક્યુરિટી ઈન્ટેલિજન્સના પ્રમુખ એન્ડ્ર્યૂ ફિરમૈને જણાવ્યું કે, નોબિટેક્સ એક્સચેન્જ પર બિટકોઇન, ઇથેરિયમ, ડોગેકોઇન સહિતની અનેક ક્રિપ્ટોકરન્સી આ સાયબર હુમલાનો ભોગ બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના સંબંધીઓ આ ક્રિપ્ટો એક્સચેન્જ સાથે જોડાયેલા હતા. આ સિવાય પ્રતિબંધિત રિવોલ્યુશનરી ગાર્ડના લોકો પણ નોબિટેક્સનો ઉપયોગ કરતા હતા. એલિપ્ટિકે આવો દાવો કર્યો છે અને જરૂરી પૂરાવાઓ પણ આપ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button