Hamas Chiefને ઇરાનમાં કઈ રીતે માર્યો એનું સિક્રેટ થઈ ગયું રિવિલ…
બૈરુતઃ હમાસના ચીફ ઇસ્માઈલ હનિયેના મોતને લઈ સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે હનિયેનું મોત કઈ રીતે થયું. હમાસના ચીફ ઈસ્માઈલ હનિયેનું ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્યિક્યાનના શપથગ્રહણ સમારોહ વખતે તહેરાન ગયા હતા ત્યારે તેમનું મોત થયું હતું.
હમાસના ચીફ હનિયે ઈરાની સેના આઈઆરજીસીના જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, ત્યાં કોઈએ એની હત્યા કરી નાખી હતી. હવે આ હત્યા પાછળની હકીકત બહાર આવી છે કે જે બોમ્બથી હનિયેને મારવામાં આવ્યો છે તેને બે મહિના પહેલા સ્મગલિંગ કરીને તહેરાન લાવ્યા હતા.
વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર ઈસ્માઈલ હનિયેની હત્યા માટે રિમોટ કંટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને બે મહિના પૂર્વે આ બોમ્બને સ્મગલ કરીને લાવ્યા હતા, ત્યારબાદ એ જ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ચીફ રોકાયા હતા.
આ પણ વાંચો: 24 કલાકમાં હમાસને બીજો એક ફટકોઃ હવે હમાસનો મિલિટરી ચીફ હણાયો
ઈરાનની આર્મી માટે શરમજનક વાત
વિદેશી મીડિયાએ ઈરાનની આર્મી આઈઆરજીસી અને અનેક અધિકારીઓને ટાંકીને આ માહિતી પૂરી પાડી છે. જોકે, શરુઆતના દાવાઓથી આ માહિતી તદ્દન અલગ છે, જેમાં પહેલા મિસાઈલ હુમલાથી ઇસ્માઈલ હનિયેને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે હનિયેની હત્યા કરવામાં આવી ઈરાનની આર્મી માટે સૌથી શરમજનક બાબત છે, કારણ કે જે ગેસ્ટ હાઉસમાં ઈસ્માઈલ હનિયે અને અન્ય નેતાઓને રાખવામાં આવ્યા હતા, ત્યાં તેનું સંચાલન આઈઆરજીસી પાસે હતું.
હાઈ પ્રોફાઈલ ગેસ્ટ માટે રુમનો ઉપયોગ
કહેવાય છે કે હમાસ ચીફ તહેરાનના હનિયા નેશહત નામના આઈઆરજીસી કમ્પાઉન્ડમાં રોકાયો હતો. આ કમ્પાઉન્ડનો ઉપયોગ પણ સિક્રેટ મીટિંગ્સ અને હાઈ પ્રોફાઈલ ગેસ્ટ માટે કરવામાં આવતું હતું. આ હત્યા ફુલપ્રુફ પ્લાનિંગથી કરવામાં આવી હતી, જેમાં બોમ્બ ધડાકો કરવામાં આવ્યો અને ગેસ્ટ હાઉસની દીવાલ તૂટી અને બારીના ગ્લાસ પણ તૂટી ગયા હતા.
બાજુના રુમમાં કંઈ થયું નહીં, પણ હનિયે ઠાર
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલામાં હમાસનો ચીફ ઠાર માર્યો ગયો પણ બાજુના રુમમાં પેલેસ્ટાઈનના ઇસ્લામિક જેહાદના નેતા જિયાદ નખલેહ રોકાયા હતા, પરંતુ એ રુમમાં કોઈ નુકસાન થયું નહોતું. આ હુમલાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હનિયેની હત્યા ફુલપ્રુફ પ્લાનિંગથી કરી હતી.