ઈઝરાયલી હુમલાથી ઈરાનના રાષ્ટ્રપતિ થયા હતા ઘાયલઃ મસૂદ પેઝેશ્કિયાનની હત્યાના પ્રયાસનો કર્યો દાવો

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે. પરંતુ બંને દેશ વચ્ચે સંઘર્ષ પૂર્ણ થયો નથી. આ યુદ્ધ દરમિયાન બંને દેશોમાં જન જીવન અસ્તવ્યસ્થ થયું હતું. ત્યારે હેવ મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ઈઝરાયલના હવાઈ હુમલા દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને પગમાં નાની ઈજા થઈ હતી.
હવાઈ હુમલાની ઘટના
16 જૂને પશ્ચિમ તેહરાનમાં ઈઝરાયલે એક ઇમારત પર મિસાઈલ હુમલો કર્યો, જેમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન ઘાયલ થયા. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની મહત્વની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં પાર્લામેન્ટ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફ, ન્યાયપાલિકા પ્રમુખ મોહસેની એઝેઈ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
આપણ વાંચો: ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધ થવાના એંધાણ ભારતીય નાગરિકો માટે ભારત સરકારે બહાર પાડી એડવાઈઝરી
ઘૂસણખોરીની શંકા, તપાસ શરૂ
આ હુમલાની ચોકસાઈએ ઈરાનની સુરક્ષા એજન્સીમાં ચિંતા વધારી છે. સત્તાવાળાઓને શંકા છે કે આ હુમલો કોઈ જાસૂસની માહિતીના આધારે થયો હોઈ શકે. આ માટે ઈરાને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે હુમલા દરમિયાન ઇમારતના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર છ મિસાઈલથી હુમલો કર્યો હતો, જેથી બચવાનો રસ્તો બંધ થઈ જાય.
આપણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને IAEA સહયોગ સ્થગિત કરવાના ઈરાનના નિર્ણય પર રશિયાનું મોટું નિવેદન…
અધિકારીઓનો ઈમરજન્સી બચાવ
હુમલા વખતે ઈરાની અધિકારીઓ ઇમારતની નીચેના માળે હતા. મિસાઈલ હુમલાથી વીજળી ગુલ થઈ ગઈ અને અફરાતફરી થઈ હતી. જોકે, ઈમરજન્સી ગેટ દ્વારા તમામ અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ સહિત કેટલાક અધિકારીઓને નાની ઈજાઓ થઈ હતી. આ સાથે રાષ્ટ્રપતિએ ઈઝરાયલ પર પોતાની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
પણ ઈઝરાયલ સફળ થયું નહીં
ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ આ હુમલો પશ્ચિમ તહેરાનના શહરક-એ-ગર્બ વિસ્તારમાં થયો, જે 12 દિવસના સંઘર્ષનો ભાગ હતો. આ દરમિયાન ઈઝરાયલે ઈરાનના કેટલાક વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો અને ન્યુક્લિયર વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીની હત્યાની યોજના પણ ઈઝરાયલે બનાવી હોવાનું કહેવાય છે, પરંતુ તેમાં સફળતા મળી નહોતી.