લાલ સમુદ્રમાં ઇન્ટરનેટ કેબલ કપાયા: પાકિસ્તાન સહિતના આ દેશોમાં અસર

રિયાધ: લાલ સમુદ્રમાં ઈન્ટરનેટ કેબલ કપાઈ જતા રવિવારે દક્ષીણ એશિયા અને મધ્યપૂર્વના કેટલાક દેશોમાં ઈન્ટરનેટ સર્વિસ ખોરવાઈ ગઈ હતી, પાકિસ્તાન ઘણાં વિસ્તારોમાં ઈન્ટરનેટ ઠપ્પ થઇ ગયું હતું. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. કેબલ કપાઈ જવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
યમનનું બળવાખોર હુથી સંગઠન લાલ સમુદ્ર સતત સક્રિય છે અને વેપારી જહાજો પર હુમલા કરતું રહે છે. એવી શંકા છે કે હુથીઓ ઈન્ટરનેટ કેબલ સાથે છેડછાડ કરી હોઈ શકે છે.
માઇક્રોસોફ્ટે એક નિવેદનમાં જણાવ્યું કે લાલ સમુદ્રમાં ફાઇબર કેબલ કપાઈ જવાને કારણે મધ્ય પૂર્વમાં ઈન્ટરનેટમાં વિલંબમાં થઇ શકે છે. મધ્ય પૂર્વમાંથી પસાર ન થતા ઇન્ટરનેટ ટ્રાફિકને અસર થઇ નથી.
વિશ્વભરમાં ઇન્ટરનેટ ઍક્સેસ પર દેખરેખ રાખતી સંસ્થા નેટબ્લોક્સે જણાવ્યું કે લાલ સમુદ્રમાં સબસી કેબલ આઉટેજને કારણે પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક SMW4 અને IMEWE કેબલ સિસ્ટમને નુકશાન પહોંચ્યું છે.
સાઉદી અરેબિયા સરકારે હજુ સુધી આ ઈન્ટરનેટ ખોરવાઈ જવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સંયુક્ત આરબ અમીરાતમાં સરકારની માલિકીની ડુ એન્ડ એતિસલાત નેટવર્કના યુઝર્સ ઇન્ટરનેટ વાપરવામાં તકલીફ પડી હતી.
લાલ સમુદ્રમાં કેબલ કપાઈ જવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ યમનના હુથી બળવાખોરો પર શંકા છે. વર્ષ 2024 ની શરૂઆતમાં યમનની સરકારે આરોપ લગાવ્યો હતો કે હુથીઓ લાલ સમુદ્રમાં દરિયાઈ કેબલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. હુથીઓએ આ દાવાને નકારી કાઢ્યો હતો.
નવેમ્બર 2023 થી ડિસેમ્બર 2024 સુધી હુથીઓએ મિસાઇલો અને ડ્રોનથી 100 થી વધુ જહાજોને નિશાન બનાવ્યા હતાં.
આપણ વાંચો: જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાનું અચાનક રાજીનામું! આ કારણે પદ છોડવા મજબુર