અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી 9000 મતથી જીતી ભારતના ગાઝિયાબાદની દીકરી, જાણો કોણ છે
US Elections Results 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા હતા, કમલા હેરિસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય મૂળની વ્યક્તિની પણ વિજેતા બન્યા હતા. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સિટીના સબા હૈદરે અમેરિકાની ચૂંટણીઓમાં રેકોર્ડ મતથી જીત મેળવી છે.
તેણે ડ્યૂપેજ કાઉન્ટી બોર્ડની ચૂંટણી જીતી લીધી છે. તે યુ.એસ.ની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી માટે મેદાનમાં હતી. તેણે લગભગ 9000 મતોથી જીત મેળવી હતી. શિકોગોમાં તે જ્યાં રહે છે ત્યાં 9.30 લાખ મતદારો છે. તેના કાર્યક્ષેત્રમાં નવ જિલ્લાઓ અને નગરો આવશે.
સબા હૈદર શિકાગોના ઇલિનોઇસમાં રહે છે. તેણે ડ્યૂપેજ કાઉન્ટી બોર્ડની ચૂંટણી જીતી હતી. તેમને એક પુત્ર છે. જેનું નામ અઝીમ અલી છે અને એક પુત્રી આઇઝહ અલી છે. તેના પતિનું નામ અલી કાઝમી છે, જે બુલંદશહરમાં ઔરંગાબાદ મોહલ્લા સદાતના રહેવાસી છે.
આપણ વાંચો: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો
ગાઝિયાબાદથી શિક્ષણ
તેણી પરિવાર સાથે ગાઝિયાબાદમાં રહેતી હતી. સંજય નગરમાં તેના પિતા ઉત્તર પ્રદેશ જલ નિગમના વરિષ્ઠ ઇજનેર પદ પરથી નિવૃત્ત થયા છે અને તેનો પરિવાર એક શાળા પણ ચલાવે છે. તેના મોટા ભાઈનું નામ અબ્બાસ હૈદર અને નાનો ભાઈનું નામ ઝીશન હૈદર છે.
અલીગઢ યુનિવર્સિટી સાથે ખાસ કનેકશન
સબાએ ઇન્ટર હોલી ચાઇલ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે બીએસસી આરસીસી ગર્લ્સ કોલેજમાં કર્યુ, બીએસસીમાં ગોલ્ડ મેડલિસ્ટ પછી તેણે એમએસસી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી વાઇલ્ડ લાઇફ સાયન્સમાં પણ ગોલ્ડ મેડલ પણ જીત્યો અને 2007માં આ લગ્ન પછી તેના પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ હતી.
સબા હૈદરનું હતું આ સ્વપ્ન
અમેરિકા સ્થાયી થયા બાદ તે સ્કૂલ બોર્ડની સભ્ય બની. વર્તમાન ટર્મમાં તે યોગ ટીચર છે અને શરૂઆતથી સમાજ માટે કઈંક કરવા માંગતી હતી. તેમજ તેનામાં સમાજ સેવાનું ઝૂનન પણ હતું. જેના કારણે તે ડ્યૂપેજ કાઉન્ટી બોર્ડની ચૂંટણી જીતી છે.