અમેરિકી રાજકારણમાં ‘દેશી’ દબદબો: મેયરની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોનું વધતુ વર્ચસ્વ!

અમેરિકામાં વિવિધ શહેરોમાં મેયરોની ચૂંટણી યોજાઈ હતી. જેનું મતદાન મંગળવારના રોજ યોજાયું હતું. આ ચૂંટણીમાં ભારતીય મૂળના લોકોનો દબદબો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં નવ ભારતીય અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાના સભ્ય તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આમાંથી કેટલાક તો પહેલી વખત સંસદમાં પહોંચવાના પ્રયાસમાં છે, જ્યારે અન્ય પુનઃનિર્વાચન માટે ચૂંટણી મેદાને ઉતર્યા છે. આ ઉમેદવારોની હાજરી અમેરિકી રાજકારણમાં ભારતીય સમુદાયના વધતા પ્રભાવને દર્શાવે છે, જે વિવિધ રાજ્યોમાં વસતા ભારતીય અમેરિકીઓ માટે પ્રેરણારૂપ છે.
આ નવ ઉમેદવારોમાંથી પાંચ તો પુનઃનિર્વાચન માટે લડી રહ્યા છે. નિષ્ણાંતો આ તમામ પૈકી છની જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્રણ ઉમેદવારો પહેલી વખત અમેરિકી સંસદમાં પ્રવેશવાના પ્રયાસમાં છે. આ ઉપરાંત, અમેરિકાના રાજ્ય વિધાનસભા અને સ્થાનિક વહીવટી ચૂંટણીઓમાં પણ 36 જેટલા ભારતીય અમેરિકીઓ ભાગ લઈ રહ્યા છે. કેલિફોર્નિયા રાજ્યમાં સૌથી વધુ ભારતીય ચૂંટણી લડી રહ્યા છે, જે તેમના મજબૂત સમુદાયની હાજરીને પ્રતિબિંબિત કરે છે.

38 વર્ષીય સુહાસ સુબ્રમણ્યમ વર્જિનિયા અને પૂર્વ કિનારેથી ચૂંટણી લડી રહ્યા છે. જો તેઓ જીતે તો, તેઓ આ વિસ્તારમાંથી પ્રથમ ભારતીય તરીકે ચૂંટાઈ આવશે, કારણ કે આ વિસ્તાર ડેમોક્રેટિક પાર્ટીનો મજબૂત ગઢ છે. હાલમાં તેઓ વર્જિનિયાની રાજ્ય વિધાનસભાના સિનેટર છે. બીજી તરફ, ડો. એમી બેરા, જેઓ 2013થી કેલિફોર્નિયાના છઠ્ઠા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેઓ સૌથી વરિષ્ઠ ભારતીય અમેરિકી સાંસદ છે. 59 વર્ષીય બેરાને જો ડેમોક્રેટિક પાર્ટીને પ્રતિનિધિ સભામાં બહુમત મળે તો, વરિષ્ઠ હોદ્દો મળવાની આશા છે.
59 વર્ષીય પ્રમિલા જયપાલ 2017થી વોશિંગ્ટન રાજ્યના સાતમા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ડેમોક્રેટિક પાર્ટીમાં તેઓ એક પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની પુનઃ-નિર્વાચનની જીતને નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેમ જ, રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસના સાતમા ડિસ્ટ્રિક્ટથી), રો ખન્ના (કેલિફોર્નિયાના 17મા ડિસ્ટ્રિક્ટથી) અને 69 વર્ષીય શ્રી થાનેદાર (મિશિગનના 13મા ડિસ્ટ્રિક્ટથી) પણ ભારતીય મૂળ ધરાવે છે. આ ત્રણેય રાજ્યો ડેમોક્રેટિક પાર્ટીના મજબૂત વિસ્તારો છે અને તેમની જીતને પણ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
ડો. અમીશ શાહ, જેઓ એરિઝોનાની રાજ્ય વિધાનસભામાં 2018, 2020 અને 2022માં ત્રણ વખત જીતી ચૂક્યા છે, તેઓ પહેલા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના સાત વખતના વિજેતા ડેવિડ શ્વેઇકર્ટને પડકાર આપી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ડો. પ્રશાંત રેડ્ડી કાન્સાસના ત્રીજા ડિસ્ટ્રિક્ટથી લડી રહ્યા છે, જ્યાં તેમનો મુકાબલો ત્રણ વખતના ડેમોક્રેટિક સાંસદ શેરિસ ડેવિડ્સ સાથે છે. જ્યારે ડો. રાકેશ મોહન ન્યૂ જર્સીથી રિપબ્લિકન તરીકે મેદાનમાં છે. રેડ્ડી અને મોહનની જીતની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો……તો ન્યુયોર્ક બરબાદ થઇ જશે: મેયરની ચૂંટણી પહલા ટ્રમ્પે આપી ચેતવણી



