ઇન્ટરનેશનલ

ટ્રમ્પ વહીવટીતંત્ર સામે હિન્દી-ચીની ભાઈ ભાઈ! ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓએ કોર્ટમાં દાવો દાખલ કર્યો

વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર યુએસ રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ ઈમિગ્રેશન પોલિસીમાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. યુએસમાં ગેરકાયદે રહેતા લોકોને ડીપોર્ટ (Deportation from USA) કરવામાં આવી રહ્યા છે. વિઝાના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે યુએસમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓને પણ ડિપોર્ટેશનનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની આ કાર્યવાહી સામે વિવિધ દેશના વિદ્યાર્થીઓ સાથે મળીને અવાજ ઉઠાવી રહ્ય છે. ભારતના અને ચીનના વિદ્યાર્થીઓ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે પડ્યા છે.

અહેવાલ મુજબ ત્રણ ભારતીય અને બે ચીની વિદ્યાર્થીઓએ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ અને અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સામે દાવો દાખલ કર્યો છે. જેમાં તેમના પર સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના F-1 વિદ્યાર્થી દરજ્જાને એકપક્ષીય રીતે સમાપ્ત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) દ્વારા ન્યૂ હેમ્પશાયરમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલા મુકદ્દમા અનુસાર, અરજદારોના F-1 દરજ્જાને એકપક્ષીય અને ગેરકાયદેસર સમાપ્ત કરવાથી તેમનો વિદ્યાર્થી તરીકેનો કાયદેસર દરજ્જો સમાપ્ત થઇ જાય છે.

મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ અટકાયત અને દેશનિકાલના જોખમનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ગંભીર નાણાકીય અને શૈક્ષણિક મુશ્કેલીઓમાંથી પણ પસાર થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેઓ ગ્રેજ્યુએશન પછી તેમની ડિગ્રી મળી નથી અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામમાં કામ કરી કરી શકતા નથી. જેથી તેમના પર આર્થીક બોજ વધી રહ્યો છે.

ટ્રમ્પને પડકારનારા ભારતીય વિદ્યાર્થીઓ કોણ છે?

ભારતીય વિદ્યાર્થી લિંકિથ બાબુ ગોરેલાએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે અરજી કરી છે, તેની અરજીમાં દાવો કર્યો છે કે માસ્ટર પ્રોગ્રામ માટે તેની ગ્રેજ્યુએશન તારીખ 20 મે છે. માન્ય F-1 સ્ટુડન્ટ સ્ટેટ્સ વિના, તે ન તો તેની ડિગ્રી મેળવી શકે છે, ન તો OPT પ્રોગ્રામ હેઠળ કામ કરી શકે છે.

આ પણ વાંચો: અમેરિકાએ 160 કોલેજના 1024 વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યાં, સૌથી વધારે પ્રભાવિત ભારતીયો

ભારતીય વિદ્યાર્થીઓ તનુજ કુમાર ગુમ્માદાવેલી અને મણિકાંત પાસુલાએ પણ અરજી દાખલ કરી છે. આ બંને વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા અને OPT પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ફક્ત એક સેમેસ્ટર બાકી છે. સુધી કોર્ટ હસ્તક્ષેપ ન કરે ત્યાં સુધી તેમનો ગ્રેજ્યુએશન અટકેલું રહી શકે છે.

આ ઉપરાંત ચીનના બે વિદ્યાર્થીઓએ પણ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button