પાકિસ્તાનમાં ‘આફત’: ભારતે ઈસ્લામાબાદને ચેતવ્યું, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી સંબંધો સારા નથી. સ્થિતિ હજી પણ વણસેલી જ છે. કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે નહીં વહે! આ દરમિયાન હવે ભારતે પાકિસ્તાન પ્રત્યે થોડી માનવતા દેખાઈ છે.
પાકિસ્તાને પહલગામમાં આતંકદી હુમલો કર્યો હતો તે ભારત ભૂલ્યું નથી તેમ છતાં ભારતે માનવતા દેખાઈ છે. પાકિસ્તાનને ભારત અને ભારતના લોકો પ્રત્યે ખૂબ જ દ્વેષભાવ છે, પરંતુ ભારત ‘વસુધૈવ કુટુંબકમ’માં માનનારો દેશ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર હકીકત….
‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલી વાર પાકિસ્તાન સાથે વાત
ભારતે હંમેશાં માનવતાની પેરવી કરી છે. જેને વધુ એક પુરાવો ભારતે આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતે પાકિસ્તાનને પાકિસ્તાનમાં ઊભા થયેલા ખતરાની ચેતવણી આપી છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, તાવી નદીના ભયાનક પૂર આવી શકે છે.
જેથી પાકિસ્તાન પોતાના લોકોની રક્ષા માટે જરૂર પગલા ભરે અને લોકોને જીવ બચવા માટે પ્રયત્નો શરૂ કરી દે! પાકિસ્તાન ભારતના લોકોને મારવા માટે આયોજન કરે છે જ્યારે ભારતે પાકિસ્તાનના લોકોને બચાવવા માટે સૂચના આપી છે.
આપણ વાંચો: અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત! જાણો બન્ને દેશોએ શું કહ્યું?
તાવી નદીમાં ભયાનક પૂરની ચેતવણી આપી
વિગતે વાત કરવામાં આવે તો પાકિસ્તાની જિયો ટીવીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનને તાવી નદીમાં ભયાનક પૂરની ચેતવણી આપી છે. આ નદીં જમ્મુ અને કાશ્મીરથી પાકિસ્તાનના પંજાબ સુધી જાય છે.
ઇસ્લામાબાદમાં આવેલા ભારતીય દુતાવાસે 24 ઓગસ્ટે આ જાણકારી આપી હતી. એટલું જ નહીં પરંતુ ભારતે આપેલી સૂચના બાદ પાકિસ્તાને પણ આ વિસ્તારમાં પૂરની ચેતવણી આપી અને લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે પણ સૂચના આપી દીધી છે.
મહત્વની સૂચના આપીને પાકિસ્તાનને પૂરથી ચેતવ્યું
‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતે પહેલી વખત પાકિસ્તાન સાથે વાત કરી છે. ભારત પોતાના પાડોશી દેશ સાથે હંમેશાં ‘મિત્રભાવે’ મદદ કરતું આવ્યું છે. અન્ય દેશોને તો ભારત મદદ કરતું આવ્યું છે, પરંતુ અત્યારે ભારતે પાકિસ્તાન માટે પણ દયાભાવ રાખીને મહત્વની સૂચના આપીને પાકિસ્તાનને પૂરથી ચેતવ્યું છે.
આ ચેતવણી બાદ પાકિસ્તાનને પણ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં આ પહેલા પણ એક ભયાનક પૂર આવ્યું હતું, જેમાં 1000થી વધુ લોકોનો જીવ ગયા હતા. આવું ફરી ના થાય તે માટે ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.