ભારત અમેરિકાની ટ્રેડ ડિલ અંતિમ ચરણ પર!, ટ્રમ્પે આપ્યા સંકેત | મુંબઈ સમાચાર

ભારત અમેરિકાની ટ્રેડ ડિલ અંતિમ ચરણ પર!, ટ્રમ્પે આપ્યા સંકેત

વોશિંગ્ટન: અમેરિકા અને ભારતની ટ્રેડ ડિલ પર દેશભરની નજર ટકી રહી છે. ઘણા સમયથી આ ડિલ મુલતવી રાખવામાં આવી છે. એક નિર્ણય પર સહમત થવા માટે બંને દેશોએ અગાઉ પણ પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક વિવિધ દેશો પર ટેરિફની જાહેરાત કરી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડોનેશિયા સાથે સફળ વેપાર ડીલ બાદ તેમને ભારત સાથે ટ્રેડ ડિલની જલ્દી પૂર્ણ થવાના સંકેત આપ્યા હતા.

ટ્રમ્પનું ભારત સાથે વેપાર નિવેદન

ટ્રમ્પે જણાવ્યું કે તેમની ટેરિફ નીતિઓને કારણે અમેરિકા ભારત જેવા બજારોમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભારત સાથેની વેપાર ડીલ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે, જોકે વ્હાઇટ હાઉસે હજુ આ ડીલની ચોક્કસ વિગતો જાહેર કરી નથી. ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથેની $19.5 બિલિયનની ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે ભારતમાં પણ આવી જ તકો ઊભી થશે.

ઇન્ડોનેશિયા ડીલની સફળતા

ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથેની નવી વેપાર સમજૂતીની વિગતો જાહેર કરી, જેમાં અમેરિકા પાસેથી $15 બિલિયનની ઊર્જા, $4.5 બિલિયનના કૃષિ ઉત્પાદનો અને 50 બોઇંગ જેટની ખરીદીનો સમાવેશ થાય છે. આ સમજૂતી હેઠળ અમેરિકી ઉત્પાદનો પર ઇન્ડોનેશિયામાં કોઈ ટેરિફ નહીં લાગે, જ્યારે ઇન્ડોનેશિયન ઉત્પાદનો પર અમેરિકામાં 19% ટેરિફ લાગશે. આ ડીલ અમેરિકી ખેડૂતો અને માછીમારો માટે નવા બજાર ખોલશે.

ભારત સાથે વાટાઘાટો

ભારતે રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ટ્રેડ ડેલિગેશન અમેરિકા મોકલ્યું છે, જે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટઘાટો કરી રહ્યું છે. જોકે, બંને પક્ષો વચ્ચે હજુ અંતિમ સહમતિ થઈ નથી. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સખત ટેરિફ નીતિઓએ ભારત જેવા દેશોના બજારો ખોલવામાં મદદ કરી છે. આ ડીલ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત કરી શકે છે.

આ પણ વાંચો…અમેરિકામાં ટ્રમ્પની ટેરિફ વોરની અવળી અસર, 371 કંપનીઓએ નાદારી માટે અરજી કરી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button