રશિયાનું ક્રૂડ ઓઇલ ટેન્કર ભારત પહોંચતા પહેલા જ પાછું ફર્યું! અમેરિકાના દબાણને ભારત પર થશે અસર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

રશિયાનું ક્રૂડ ઓઇલ ટેન્કર ભારત પહોંચતા પહેલા જ પાછું ફર્યું! અમેરિકાના દબાણને ભારત પર થશે અસર

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર સતત દબાણ કરી રહી છે. યુએસએ તાજેતરમાં રશિયાને બે સૌથી મોટી ઓઈલ કંપની રોઝનેફ્ટ અને લુકોઇલ અને કેટલાક જહાજો પર પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ભારત અને રશિયા વચ્ચે ક્રૂડ ઓઇલ વેપારને મોટો ફટકો પડી શકે છે. એવામાં અહેવાલ છે કે રશિયાથી ક્રૂડ ઓઇલ ભરીને ભારત તરફ આવતું ટેન્કર જહાજને અધવચ્ચે જ પાછુ મોકલવામાં આવ્યું છે, હાલ આ જહાજ બાલ્ટિક સમુદ્રમાં છે, અને નિર્દેશોની રાહ જોઈ શકે છે.

શિપ-ટ્રેકિંગ ડેટા મુજબ ફુરિયા જહાજ ડેનમાર્ક અને જર્મની વચ્ચેની ખડીમાં પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું, મંગળવારે તેને વળાંક લીધો અને થોડા અંતર બાદ તેની ઝડપ ધીમી પડી ગઈ

વૈશ્વિક કોમોડિટી અને મેરીટાઇમ ઉદ્યોગો માટે રીઅલ-ટાઇમ માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રદાન કરતી કંપની કેપ્લર(Kpler)ના જણાવ્યા અનુસાર, જહાજ રોઝનેફ્ટ પીજેએસસી વેચવામાં ક્રૂડ ઓઈલ લઇને જઈ રહ્યું હતું. ફુરિયા પર યુરોપિયન યુનિયન અને યુકે દ્વારા પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

આ ભારતીય રિફાઇનર્સને મળવાનું હતું ઓઈલ:

શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ કેપ્લર અને વોર્ટેક્સાના ડેટા અનુસાર ફુરિયા જહાજ 20 ઓક્ટોબરના રોજ બાલ્ટિકમાં આવેલા રશિયાના બંદર પ્રિમોર્સ્કથી લગભગ 7,30,000 બેરલ ક્રૂડ ઓઇલ લઇને નીકળ્યું હતું. જહાજ ગુજરાતના સિક્કા બંદર પર આવવાનું હતું, જ્યાંથી ખાનગી રિફાઇનર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ(BPCL)ને ક્રૂડ ઓઈલનો જથ્થો મળવાનો હતો. આ જહાજ તારીખ નવેમ્બરના મધ્યમાં પહોંચે તેવી અપેક્ષા હતી. રિલાયન્સ અને BPCLએ આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ભારતને પડશે મોટો ફટકો:

રશિયાની સૌથી મોટી ઓઈલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ બ્લેકલિસ્ટ થવાથી ભારતીય રિફાઇનર્સને સસ્તા ભાવે મળતું ક્રૂડ ઓઇલ બંધ થઇ જવાની શક્યતા છે, જેને કારણે ભારતને અન્ય દેશો પાસેથી મોંઘા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે. ભવિષ્યમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધે તેવી પણ શક્યતા છે.

રિલાયન્સે રોઝનેફ્ટ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે લાંબા ગાળાના કરાર કર્યા હતાં, પ્રતિબંધો બાદ રિલાયન્સે મધ્ય પૂર્વીય દેશો પાસેથી ક્રૂડ ઓઈલ મેળવી રહી છે. ભારતના સરકારી રિફાઇનર્સ પણ રશિયન પ્રોડ્યુસર્સ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ઓછી કરી રહ્યા છે.

આ પણ વાંચો…અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી શું ભારતને ટેરિફમાં મળશે રાહત?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button