આપણું ગુજરાતઇન્ટરનેશનલ

દુબઇમાં IIM અમદાવાદનો ખાસ કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામ શરૂ થશે: UAEના પ્રમુખ અલ નાહ્યાનની જાહેરાત

તાજેતરમાં જ Vibrant Gujarat Global Summitમાં UAEના પ્રમુખ અલ નાહ્યાને ગુજરાતની મહેમાનગતિ માણી હતી, તેમણે સમિટમાં સંબોધન પણ કર્યું હતું. જે પછી IIM અમદાવાદ દ્વારા પોતાનું એક સેન્ટર દુબઇમાં ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આઈઆઈએમ અમદાવાદ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દુબઈમાં આઈઆઈએમ અમદાવાદનું જે કેન્દ્ર બનશે તે ખાસ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ માટે રહેશે.

આ પહેલા પણ 2019માં IIM અમદાવાદની એક ઓવરસીઝ બ્રાન્ચ દુબઇમાં કાર્યરત થઇ હતી. ખાસ પ્રકારના એક્ઝિક્યુટીવ પ્રોગ્રામ માટે આ સેન્ટર સ્થાપવામાં આવ્યું હતુ. હવે આ સેન્ટરમાં જ આ વર્ષના એપ્રિલથી અન્ય કસ્ટમાઇઝ્ડ પ્રોગ્રામ શરૂ થશે, તેમાં મિડલ ઇસ્ટના અન્ય દેશોને પણ આવરી લેવામાં આવશે. ઈન્ડસ્ટ્રીઝમાં ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટીની માંગને કારણે એપ્રિલમાં આઈઆઈએમ દ્વારા ખાસ પ્રકારનો એજ્યુકેશન પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે.

અમુક મીડિયા અહેવાલો મુજબ વિવિધ પ્રકારના 100 જેટલા પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જે 3 દિવસથી લઇને 6 મહિના સુધીના ડ્યુરેશન માટેના હશે. હાલમાં દુબઈની બ્રાંચ આઈઆઈએમ-અમદાવાદના નામથી જ ચાલી રહી છે અને તેમાં નોલેજ એન્ડ હુમન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં છ મહિનાનો જનરલ મેનેજમેન્ટનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેની ફી 42000 આરબ એમિરાટ્સ દિનાર છે જે અંદાજે રૂ.9.5 લાખ કહી શકાય. આ ઉપરાંત યુએઈના ડેલિગેટ્સ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ અર્થે સાબરમતી રિવરફ્રન્ટની આસપાસ પણ નવું ડેવલપમેન્ટ ઉભું કરવાનો પ્લાન છે. UAEની કંપનીઓ રિવરફ્રન્ટના ફેઝ-2માં આ કંપનીઓ રોકાણ કરીને નવી સુવિધાઓ ઉભી કરે તેવી સરકારની યોજના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…