સ્માર્ટફોનનું કામ કરતા ચશ્માં થયા લોંચ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સાથે થાય છે કનેક્ટ, શું છે કિંમત ?

વિશ્વ અત્યારે દિવસને દિવસે વધારે આધુનિક થઈ રહ્યું છે. પ્રતિદિન એક નવી શોધ થઈ હોવાના સમાચાર વહેતા થાય છે. કહેવાય છે કે, મહાન વૈજ્ઞાનિકોએ પણ હજી પોતાના મજગનો માત્ર 0.1 ટકા જ ઉપયોગ કર્યો છે. એટલે હજી તો અનેક મોટી અને ચોંકાવતી શોધ થવાની બાકી છે. આપણે જે સ્માર્ટફોન વાપરી રહ્યાં છીએ તેનો વિકલ્પ પણ હવે શોધાઈ ગયો છે. જી હા, સ્માર્ટફોન જેવું કામ કરતા ચશ્મા લોન્ચ થયાં છે. તો ચાલો આ શોધની વિગતે ચર્ચા કરીએ…
HTCએ Vive Eagle ચશ્મા લોન્ચ કર્યા
HTC એ એઆઈ સ્માર્ટ ચશ્મા HTC Vive Eagle ચશ્મા લોન્ચ કરી દીધા છે. આ ચશ્મામાં કંપનીએ સ્માર્ટ ગ્લાસ નાખ્યાં છે. જેમાં તમને Google Gemini અથવા OpenAI ના ChatGPT સપોર્ટ સાથે એઆઈ સહાયક પણ મળી રહેશે. આ HTC Vive Eagle સંપૂર્ણ રીતે સ્માર્ટફોન જેમ જ કામ કરવાના છે. આ ચશ્મામાં અત્યારે ચેટજીપીટીનું બીટી વેરિન્ટ ઉપલબ્ધ હશે. HTC કંપની પહેલા સ્માર્ટફોન બનાવતી હતી. પરંતુ માર્કેટમાં ચીની બ્રાન્ડ્સ આવી અને સસ્તા ભાવે સ્માર્ટફોનનું વેચાણ કર્યું એટલે આ સ્પર્ધામાં કંપની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.
HTC Vive Eagleની શું વિશેષતા છે?
HTC ની વાત કરવામાં આવે તો, આ બ્રાન્ડે પહેલા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યાં છે. HTCના આ ચશ્માની Meta RayBan AI Glasses સાથે સીધી સ્પર્ધા થવાની છે. આ રેસમાં હવે સેમસંગ અને બીજી પણ અન્ય કંપનીઓ જોડાઈ શકે છે. Xiaomi એ તો ચાઈના માર્કેટમાં આવા ચશ્મા લોન્ચ કરી દીધા છે. HTC Vive Eagle ની વાત કરવામાં આવે તો, આની કિંમત આશરે 45,500 હજારની આસપાસ રહેવાની છે.
આ સ્માર્ટ ચશ્મામાં કેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે?
અત્યારે આ ચશ્મા માત્ર તાઈવાનમાં જ ઉપલબ્ધ છે. આ ચશ્મામાં અત્યારે બેરી, કાળો, કોફી અને ગ્રે એમ ચાર કલર છે. બાકીનું કામ અત્યારે ચાલી જ રહ્યું છે. આ ચશ્માનો લેન્સ સાછે વજન માત્ર 48.8 ગ્રામ જ છે. ફીચર્સની વાત કરવામાં આવે તો, આ ડિવાઇસ સ્નેપડ્રેગન AR1 Gen 1 પ્રોસેસર પર કામ કરે છે. જેમાં 4GB RAM અને 32GB સ્ટોરેજ અને 235mAhની બેટરી આપવામાં આવી છે જે સતત 36 કલાક સુધી કામ કરી શકશે. 12MP અલ્ટ્રા વાઇડ કેમેરો જેમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકાશે. આ ચશ્મામાં ઓડિયો સેટઅપ પણ છે જેથી ફોનની જેમ વાત પણ કરી શકાશે. આ સાથે તેમાં 2 ઓપન-ઈયર સ્ટીરિયો સ્પીકર્સ પણ સેટ કરવામાં આવ્યાં છે.
આપણ વાંચો: …તો ભારત પર વધશે ટેરિફ: અલાસ્કાની બેઠક પૂર્વે અમેરિકાનું નવું નિવેદન…