ઇઝરાયલની એર સ્ટ્રાઇકમાં હૂતીના વડા પ્રધાનનું થયું મૃત્યુ, યમનમાં વધ્યો તણાવ

સના: છેલ્લા 4 મહિનાથી ઇઝરાયલ અને યમન વચ્ચે યુદ્ધ છેડાયું છે. જેની શરૂઆત હૂતી આંદોલન દ્વારા કરવામાં આવી હતી. 4 મે 2025ના રોજ યમનના હૂતી આંદોલન દ્વારા ઇઝરાયલના તેલ અવીવ પર બેલેસ્ટિક મિસાઈલ છોડીને હુમલો કર્યો હતો. જેનો ઇઝરાયલે જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જેનું ગંભીર પરિણામ સામે આવ્યું છે.
ઇઝરાયલના હુમલામાં હૂતીના વડા પ્રધાનનું મૃત્યુ
4 મે 2025 બાદ ઇઝરાયલ દ્વારા યમનની જુદી જુદી જગ્યાઓ પર એર સ્ટ્રાઈક સહિતના હુમલાઓ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાજેતરમાં 28 ઓગસ્ટના રોજ યમનની રાજધાની સના ખાતે હૂતી આંદોલનના 10 વરિષ્ઠ અધિકારીઓ હૂતી નેતા અબ્દૂલ અલ-હૂતીનું રાષ્ટ્રીય સ્તરે પ્રસારિત ભાષણ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ઇઝરાયલની વાયુ સેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં તમામ હૂતી અધિકારીઓનું મૃત્યુ થયું હતું.
ઇઝરાયલની આ એર સ્ટ્રાઈકમાં હૂતીના વડા પ્રધાન અહમદ અલ-રહાવીનું પણ મૃત્યુ થયું હોવાની વાત સામે આવી હતી. આજે તેની હૂતીઓ દ્વારા પુષ્ટી કરવામાં છે. હૂતીઓના જણાવ્યાનુસાર, અલ-રહાવી ગુરુવારે એક સરકારી વર્કશોપમાં ભાગ લેવા ગયા હતા. તે દરમિયાન થયેલા હુમલામાં તેઓનું મૃત્યુ થયુ છે.
ઉલ્લેખનીય છે કે, ‘હૂતી આતંકવાદી શાસનના એક ઠેકાણા પર સટીક હુમલો’ કરાયો છે. એવી ઇઝરાયલની સેના દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી. અહમદ અલ-રહાવીએ ગાઝા યુદ્ધ દરમિયાન પેલેન્સ્ટાઈન સાથે સમરસતા બતાવી હતી અને ઇઝરાયલ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. સાથોસાથ લાલ સાગરના જહાજોને પણ પોતાનો નિશાનો બનાવ્યા હતા.
આપણ વાંચો: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…