ઇન્ટરનેશનલ

હોંગકોંગમાં હાહાકાર; 7 ઇમારતમાં લાગી ભીષણ આગ, 13 લોકોનાં મોત

હોંગકોંગઃ હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં આવેલી અનેક રહેણાંક ઇમારતોમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ભીષણ આગના કારણે 13 લોકોના મોતની આશંકાઓ છે. આ આંકડો વધી શકે તેવી પણ સંભાવનાઓ છે. મૃતકોમાં એક ફાયર બ્રિગેડનો કર્મચારી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાણકારી એવી પણ મળી છે કે, હોંગકોંગના વાંગ ફૂક કોર્ટ નામની રહેણાંક સોસાયટીમાં આગ લાગી છે. આ સોસાયટીમાં કુલ મળીને 2000 ફ્લેટ્સ આવેલા છે.

બપોર 2:51 વાગ્યે વાંગ ફુક કોર્ટમાં લાગી હતી આગ

આ મામલે વધારે વિગતે વાત કરવામાં આવે તો, હોંગકોંગ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. સરકારે આપેલી જાણકારી પ્રમાણે વાંગ ફુક કોર્ટમાં બપોર 2:51 વાગ્યે આ ભીષણ આગ લાગી હતી. પહેલા તો આગ સામાન્ય હતી પરંતુ સાંજે 6.22 વાગ્યા બાગ આગે વધારે ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગને કાબૂમાં લેવા માટે અત્યારે ફાયર બ્રિગેડના 700થી પણ વધારે કર્મચારીઓ કાર્યરત છે. પોલીસ દ્વારા પણ આસપાસની ઇમારતોને ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક લોકો હજી પણ ઇમારતોમાં ફસાયેલા છે, અત્યાર સુધીમાં 28 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: દિવાળીની રાત્રે દિલ્હીના મકાનમાં ભીષણ આગ: ૭ લોકોનો હેમખેમ બચાવ

આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના 700 કર્મીઓ કાર્યરત

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં લાગેલી આ આગમાં એક ફાયરમેન સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ઇમારતમાં કુલ મળીને 4,000 થી વધુ લોકો રહે છે. અહીં 8 ઇમારતોમાંથી 7 ટાવરમાં આગ લાગી છે. આગ વધારેને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. છેક બપોરે લાગેવી આગ રાત સુધીમાં પણ કાબૂમાં નથી આવી. આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button