બાંગ્લાદેશમાં હિંદુ યુવતી પર સામૂહિક દુષ્કર્મ! નરાધમોએ વીડિયો બનાવી વાયરલ કર્યો, પોલીસે 3 જણને દબોચ્યા

ઢાકા, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં એક હિંદુ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી માત્ર 60 કિલોમીટર દૂર આવેલા કોમિયા જિલ્લાના મુરાદનગરમાં આ ઘટના બની છે. ઢાકા પોલીસે આ મામલે કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, નરાધમોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરતી વખતે વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. અત્યારે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પતિના સામે જ યુવતીને અપહરણ કરી લઈ ગયા અને દુષ્કર્મ ગુજાર્યું
આરોપીઓએ મહિલા અને તેના પતિને ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરશે તો તેઓને જાનથી મારી નાખવામાં આવશે. આરોપીઓએ યુવતીના ઘરેથી તેના પતિના સામે જ અપહરણ કર્યું અને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. અત્યારે આ યુવતીના પતિએ સોશિયલ મીડિયામાં મદદ માટે ગુહાર લગાવી છે. બાદમાં પીડિતાના પતિનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા અત્યારે આરોપીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.
ફજર અલી નામનો વ્યક્તિ છે દુષ્કર્મનો મુખ્ય આરોપી
ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગુના સ્થળની મુલાકાત લઈને પુરાવા એકત્રિત કર્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. સામૂહિક દુષ્કર્મનો મુખ્ય આરોપી 38 વર્ષીય ફજર અલી નામનો વ્યક્તિ છે, જે પશ્ચિમ પારા વિસ્તારના પંચકિટ્ટા ગામનો રહેવાસી છે. ફજર અલી બીએનપી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ કેસમાં પીડિતાએ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિતા આરોપીઓના નામ અને ઓળખાણ પણ આપી છે.
આપણ વાંચો ઇઝરાયલે એર સ્ટ્રાઈકમાં હમાસના ટોપ કમાન્ડરને માર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ
ત્રણ સાથી મિત્રો સાથે મળીને યુવતી પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ ફરિયાદ પ્રમાણે પીડિતા થોડા દિવસ પહેલા પોતાના પિયર ગઈ હતી. ત્યારે ગુરૂવારે રાત્રે 10 વાગ્યે ફજર અલી તેના ઘરે આવ્યો અને જોરથી દરવાજો ખખડાવા લાગ્યો હતો. પીડિતાએ દરવાજો ખખડાવવાના ના પાડી હતી. પછી જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે ફજર અલી અંદર આવ્યો અને તેને ઉપાડીને લઈ ગયો હતો. ત્યાર બાદ તેના ત્રણ સાથી મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ તે ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. હવે જોવાનુ એ રહે છે. આરોપીઓ સામે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે?