દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં ગરમીએ તોડ્યા રેકોર્ડ્સ, તાપમાનનો પારો ટ્રિપલ ડિજિટમાં
રેનોઃ દક્ષિણપૂર્વ કેલિફોર્નિયાથી એરિઝોના (Southwest US) સુધી તાપમાન ૧૧૦ ડિગ્રી ફેરનહીટ (૪૩ ડિગ્રી સે)થી વધી જતાં સમગ્ર દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં રેકોર્ડ તૂટી ગયા હતા. જ્યાં પ્રદેશમાં વર્ષની પ્રથમ હીટવેવ બીજા દિવસ સુધી તેની પકડ જાળવી રાખે તેવી ધારણા હતી.
ઉનાળાની સત્તાવાર શરૂઆત હજુ બે અઠવાડિયા દૂર હોવા છતાં એરિઝોના અને નેવાડાના આશરે અડધા ભાગ અતિશય ગરમીની ચેતવણી હેઠળ હતા. આ ચેતવણી રાષ્ટ્રીય હવામાન સેવાના જણાવ્યા મુજબ શુક્રવાર સાંજ સુધી લંબાવવામાં આવી રહી છે. લાસ વેગાસ માટે ગરમીની ચેતવણી શનિવાર સુધી લંબાવી.
આ પણ વાંચો: ભારતમાં લોકસભા ચૂંટણી સંપન્ન થતાં America એ આપી પ્રતિક્રિયા, કહી આ વાત
ફોનિક્સમાં નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ ગુરૂવારે તાપમાન ૧૧૩ ડિગ્રી ફેરનહીટ (૪૫ સે) નોંધાતા ગરમીએ ૨૦૧૬નો ૧૧૧ ડિગ્રી ફેરનહીટનો રેકોર્ડ તોડ્યો હતો. આ સ્થિતિને ‘ખતરનાક રીતે ગરમ’ કહેવાય છે.
ગરમીથી સંબંધિત કોઇ મૃત્યુ અથવા ગંભીર ઇજાના કોઇ અહેવાલો નથી. લાસ વેગાસમાં ગુરૂવારે તાપમાન ૧૧૧(૪૩.૮ સે)ના નવા રેકોર્ડ સાથે નોંધાયું હતું. એરિઝોના, કેલિફોર્નિયા અને નેવાડાના અન્ય કેટલાક વિસ્તારોએ પણ એક અથવા બે ડિગ્રીના રેકોર્ડ તોડ્યા હતા. જેમાં ડેથ વેલી નેશનલ પાર્કનો પણ સમાવેશ થાય છે.
ડેથ વેલીમાં તાપમાન ૧૨૨ નોંધાયું હતું. ઉત્તરમાં વધુ ઊંચાઇ પરના સ્થળોએ પણ સામાન્ય રીતે એક ડઝન ડિગ્રી ઠંડક ધરાવતા વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં અઠવાડિયા વહેલા આવી ગઇ છે. તેમાં રેનોનો સમાવેશ થાય છે. જ્યાં વર્ષના આ સમય માટે સામાન્ય ઉચ્ચ તાપમાન ૮૧ ફેરનહીટ(૨૭ સે)થી ગુરુવારે રેકોર્ડ બ્રેક ૯૮ ફેરનહીટ(૩૭ સે) સુધી પહોંચી ગયું હતું.
નેશનલ વેધર સર્વિસે આ સપ્તાહના અંતમાં માત્ર થોડીક ડિગ્રીથી પ્રદેશભરમાં હળવા ઠંડકની આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ એરિઝોનામાં ત્રણ આંકડામાં હજુ પણ તાપમાન ઉંચુ જવાની ચેતવણી છે.