ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ, રાહત બચાવ માટે ટિમ રવાના

ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવવું પડ્યું અને રાહત બચાવ માટે ટીમો રવાના થઈ ગઈ છે. હજુ પૂરો ઘટનાક્રમ સામે નથી આવી શક્યો પણ ઈરાની રાજ્ય ટીવીએ કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ‘હાર્ડ લેંડિંગ’ કરાવવું પડ્યું છે.અહેવાલમાં કહેવાયું છે કે, રાઇસી પૂર્વી અઝહરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. અને આ ઘટના રાજધાની તહેરાન થી 600 કિલોમીટર દૂર જોલ્ફા પાસે ઘટી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અધિકારીઓએ કહ્યું કે, હવામાન ખરાબ હોવાના કારણે ઈરાની રેડ ક્રિસન્ટ સોસાયટીની રાહત બચાવ ટિમ માટે તે વિસ્તારમાં પહોચવું મુશ્કેલ બન્યું છે. જ્યાં ધટના ઘટી છે. બચાવ ઓપરેશનમાં સહાયતા માટે ડ્રોન પણ મોકલવામાં આવ્યા છે. રઇસી 19 મીએ સવારે અઝહરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલિવેવ સાથે એક ડેમનું ઉદ્ઘાટન કરવા અઝહરબૈજાન ગયા હતા.અરાસ નદી પર બનેલો આ ત્રીજો ડેમ છે જે બંને દેશોએ મળીને બનાવ્યો છે.
ઈરાની રાષ્ટ્રપતિને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર સાથે દુર્ઘટનાની માહિતી સામે આવી છે. અહેવાલો પ્રમાણે તેમના હેલિકોપ્ટરની હાર્ડ લેંડિંગ કરાવવી પડી. ઈસ્લામિક ગણરાજ્ય ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસી અઝહરબૈજાન જઈ રહ્યા હતા આ હેલિકોપ્ટરમાં સવાર રાષ્ટ્રપતિ સાથે કેટલાક સાથી કેન્દ્રિય મુખ્યાલયના સંપર્કમાં હતા. જેથી આશા સેવાઇ રહી છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.