ગાઝામાં હવે હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ; પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિએ આવું કેમ કહ્યું? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ગાઝામાં હવે હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ; પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિએ આવું કેમ કહ્યું?

ન્યુ યોર્ક: છેલ્લા 22 મહિનાથી ઇઝરાયલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે, સત્તાવાર રીતે 68,000 પેલેસ્ટિનિયન નાગરીકોના મોત થયા છે, અહેવાલ મુજબ સાચો મૃત્યુઆંક 6 લાખથી વધુ હોઈ શકે છે. ધીમે ધીમે દુનિયાભરના લોકો ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શાનો કરી જેતે દેશની અસરકાર પર દબાણ લાવી રહ્યા છે. એક પછી એક દેશો પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપી રહ્યા છે. એવામાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હમાસ અને તેના સાથી જૂથોને શરણાગતિ સ્વીકારવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે હમસે પેલેસ્ટિનિયન ઓથોરિટી(PA)ને શસ્ત્રો સોંપી દેવા જોઈએ. નોંધનીય છે કે ઇઝરાયલ સતત કહી રહ્યું છે, ગાઝામાંથી હમાસનો ખાતમો થશે તો જ હુમલા અટકાવવામાં આવશે.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ન્યુ યોર્કમાં ચાલી રહેલી યુએન શાંતિ સમિટને ઓનલાઈન સંબોધન કર્યું હતું, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગાઝામાં હમાસની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ અને હમાસે પેલેસ્ટિનિયન ઓથોરિટીને તેના શસ્ત્રો સોંપી દેવા જોઈએ.

અહેવાલ મુજબ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પણ 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલાની પણ નિંદા કરી.

નોંધનીય છે કે 7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઇઝરાયલી પ્રદેશમાં ઘૂસણખોરી કરી અને 1,200 થી વધુ લોકોની હત્યા કરી. જો કે સામે દાવો કરવામાં આવે છે કે સત્તાવાર રીતે પેલેસ્ટાઇનની જમીન છીનવીને હજારો પેલેસ્ટિનિયન નાગરીકોની હત્યા કરીને ઇઝરાયેલની સ્થાપનાવા કરવામાં આવી હતી. સ્થાપના બાદ પણ ઇઝરાયેલ યુએન દ્વારા નિર્ધારિત પેલેસ્ટિનિયન જમીન પર પણ કબજો કરી રહ્યું છે, અને લાખો પેલેસ્ટિનિયન નાગરીકોની હત્યા કરી ચુક્યું છે. હજારો પેલેસ્ટિનિયન બંધકો ઇઝરાયલની જેલમાં વર્ષોથી સબડી રહ્યા છે, જેમના પર અમાનાવિત યાતનાઓ ગુજારવામાં આવી રહી છે. ઇઝરાયલ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા પણ તૈયાર નથી.

આ પણ વાંચો…ગાઝા યુદ્ધ: ઇઝરાયલની સેનાનું મોટું ઓપરેશન શરૂઃ લોકોને શહેર છોડવા આપી ચેતવણી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button