અમેરિકામાં મૂળ બારડોલીના રાકેશ પટેલની ગોળી મારી હત્યા, 15 દિવસમાં ત્રીજા ભારતીયની હત્યા...
Top Newsઇન્ટરનેશનલ

અમેરિકામાં મૂળ બારડોલીના રાકેશ પટેલની ગોળી મારી હત્યા, 15 દિવસમાં ત્રીજા ભારતીયની હત્યા…

અમેરિકા: અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા રાકેશભાઈ ધીરુભાઈ પટેલની હત્યા કરવામાં આવી છે. આ યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અમેરિકન પોલીસે તે હત્યારાને તત્કાળ ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આરોપીએ કોઈ ડર વિના સાવ નજીકથી ગોળી મારી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મૃતક રાકેશભાઈ પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો અને સુરત જિલ્લામાં લગ્ન કર્યા હતા. રાકેશ તેની પત્ની અને ત્રણ દીકરીઓ સાથે અમેરિકામાં રહતો હતો અને મોટેલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે તેમની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ગત 3 તારીખે રાકેશભાઈ પટેલ તેમની મોટેલની બહાર ઊભા હતા. આ દરમિયાન વ્યક્તિ કસ્ટમર બનીને આવ્યો હતો અને વિના સાવ નજીકથી ગોળી મારી દીધી હતી. ગોળી વાગતા જ રાકેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

છેલ્લા 15 દિવસમાં આ ત્રીજા ભારતીયની હત્યા

અમેરિકામાં અત્યારે ભારતીયોની હત્યાઓ વધી રહી છે, છેલ્લા 15 દિવસમાં આ ત્રીજા ભારતીયની હત્યા થઈ છે. આ પહેલા અમેરિકામાં તેલંગાણાના હૈદરાબાદના એલબી નગરના રહેવાસી ચંદ્રશેખર પોલની અમેરિકાના ડલ્લાસમાં લૂંટારુઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ચંદ્રશેખર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. પરંતુ અમેરિકામાં તેના સપનાઓ ચકનાચૂર થઈ ગયાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button