ઇન્ટરનેશનલ

ગુજરાતની મહિલાને યુએસમાં 30 વર્ષની જેલ થઈ શકે છે, છેતરપિંડીના ગંભીર આરોપ

ફ્લોરીડા: અમેરિકામાં વસતી મૂળ ગુજરાતની મહિલા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેને કારણે તેને 15 વર્ષની જેલની સજા થાય એવી શક્યતા છે. પોલીસે ફ્લોરિડામાં દોઢ મિલિયન ડોલર (રૂ. 1.25 કરોડ)ની છેતરપિંડીના કેસમાં શ્વેતા પટેલ (42) નામની ગુજરાતી મહિલાની ધરપકડ કરી છે.

એપ્રિલમાં, પોલીસને ફરિયાદ મળી હતી કે એક 80 વર્ષીય અમેરિકન નાગરિક સાથે $1.5 મિલિયનની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિ સાથે છેતરપિંડી ફેબ્રુઆરી 2024માં શરૂ થઈ હતી. જેમાં બે લોકો પીડિતના ઘરે પહોંચ્યા ફેડરલ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધને ધમકી આપી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શંકાના થાય એટલે પીડિતના ઘરે આવેલા બે નકલી એજન્ટોએ તેમના સુપરવાઈઝર સાથે ફોન પર વાત કરવાનું નાટક કર્યું હતું. નકલી સુપરવાઇઝરની ઓળખ આપી મહિલાએ પીડિત જેલમાં જવા ન ઈચ્છતા હોય તો તેઓ શું કરી શકે એ અંગે ચર્ચા કરી. ત્યારબાદ એ જ મહિલાએ વૃદ્ધને દિવસમાં બે થી ત્રણ વખત ફોન કર્યો, મહિલાએ પીડિતને ખાતરી આપી હતી કે તે સામાજિક સુરક્ષા કૌભાંડ કરનારા લોકોને પકડવામાં પોલીસને મદદ કરે તો તેમની ધરપકડ નહીં થાય.

આ માટે છેતરપિંડી કરનાર ટોળકીએ ‘ફેક સ્ટિંગ ઓપરેશન’ની સ્ટોરી બનાવી અને પીડિત પાસેથી 15 મિલિયન ડૉલરનું સોનું ખરીદ્યું અને અલગ-અલગ જગ્યાએ તેમના માણસો પાસેથી સોનું પણ ભેગું કર્યું . પીડિતને ત્યારે એવું લાગ્યું કે તે ધરપકડ ટાળવા ફેડરલ એજન્ટોને મદદ કરી રહ્યો છે અને તે જે લોકોને સોનું આપી રહ્યો હતો તેઓ સ્ટિંગ ઓપરેશન કરી રહ્યા હતા. જોકે વાસ્તવમાં એવું કંઈ નહોતું. પોલીસની મદદ કરવાના બહાને ઠગ ટોળકી પીડિતને છેતરતી હતી.

ફ્રોડ ગેંગના લોકોને પીડિત જે સોનું આપી રહ્યા હતાએ તેમના નિવૃત્તિ ફંડમાંથી ખરીદવામાં આવ્યું હતું. પીડિતને ખાતરી આપવામાં આવી હતી કે સોનું પાછું આપી દેવામાં આવશે, પરંતુ છેતરપિંડી કરનાર ગેંગે $1.5 મિલિયનનું સોનું એકત્ર કર્યા પછી પીડિતનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું.

આ પણ વાંચો: Delhi-NCR School Bomb Threat: ધમકીભર્યા ઈમેઈલને ટ્રેસ કરવામાં આવ્યો, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

ફરિયાદ મળ્યા પછી, પોલીસે સર્વેલન્સ ફૂટેજની તપાસ કરી. કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટ અનુસાર, પોલીસે પીડિત પાસેથી સોનું એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતી કાર ટ્રેસ કરી હતી અને તેની તપાસ દરમિયાન શ્વેતા પટેલનું નામ સામે આવ્યું હતું.

જ્યોર્જિયામાં રહેતી શ્વેતા પટેલે તની ધરપકડ બાદ પોલીસને જણાવ્યું હતું કે આ કેસમાં તેનું કામ માત્ર બેગ ઉપાડવાનું હતું અને કિંગ નામનો વ્યક્તિ તેને આ કામ માટે સૂચના આપતો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધી ધરપકડ કરાયેલી એકમાત્ર આરોપી શ્વેતા પટેલ પર એક લાખ ડોલરથી વધુની ચોરીનો આરોપ લગાવ્યો છે.

શ્વેતા પટેલ સામે જે આરોપો છે એ ફર્સ્ટ-ડિગ્રીનો ગુનો છે, જો તે દોષિત ઠરે તો 30 વર્ષ સુધીની જેલ અને $10,000નો દંડ થઈ શકે છે. પોલીસને આશંકા છે કે આ રેકેટ અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાંથી ચલાવવામાં આવી રહ્યું હોવાની સંભાવના છે.

તાજેતરમાં અમેરિકાના વિવિધ રાજ્યોમાં આવા અનેક કિસ્સાઓ જાણમાં આવ્યા છે જેમાં વૃદ્ધોને નિશાન બનાવી તેમની પાસેથી લાખો ડોલરનું સોનું પડાવી લેવામાં આવ્યું હતું અને આવા ઘણા કેસમાં કેટલક ગુજરાતીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.


.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ