મેક્સિકોમાં Gen Zનો બળવો: રાજધાનીમાં હજારો લોકો ઉમટ્યા! 100થી વધુ પોલીસકર્મી ઘાયલ

મેક્સિકોમાં Gen Zનો બળવો: રાજધાનીમાં હજારો લોકો ઉમટ્યા! 100થી વધુ પોલીસકર્મી ઘાયલમેક્સિકો સીટી: નેપાળ, ફિલિપાઈન્સ, માડાગાસ્કર, જેવા દેશો બાદ મધ્ય અમેરિકાના દેશ મેક્સીકોમાં જેન ઝી જનરેશને ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને ગુનાખોરી મુદ્દે સરકાર સામે બંડ પોકાર્યું છે. શનિવારે હજારો લોકો વિરોધ પ્રદર્શન કરવા રાજધાની મેક્સીકો સીટીના રસ્તાઓ પર ઉતારી આવ્યા હતાં. પ્રદર્શનનો વિરોધ પક્ષોએ સમર્થકન આપ્યું છે. કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ પ્રદર્શનો હિંસક બન્યા હતાં, યુવાનોની પોલીસ સાથે અથડામણ થઇ હતી.
મેક્સીકો સીટીના સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ કે અથડામણમાં 100 પોલીસ અધિકારી સહીત 120 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરો, ફટાકડા, લાકડીઓ અને સાંકળો વડે હુમલો કર્યો હતો. યુવાનોએ પોલીસ પાસેથી શિલ્ડ અને અને અન્ય સાધનો છીનવી લીધા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો ‘પાઈરેટ સ્કલ ફ્લેગ’ લઇને આવ્યા હતાં, આ ધ્વજ જેન ઝી વિરોધ પ્રદર્શનનું પ્રતીક બની ચુક્યો છે. મેક્સિકોના યુવાનો ભ્રષ્ટાચાર, હિંસક ગુનાઓ અને ડ્રગ્સની સમસ્યાની સમસ્યાને ડામવા તંત્રની નિષ્ફળતાને કારણે હતાશ છે.
મેક્સિકો સિટીમાં રાષ્ટ્રપતિના પેલેસની સામે વિરોધ પ્રદર્શન કરવામાં કરવામાં આવ્યું હતું, પ્રદર્શનકારીઓએ બિલ્ડીંગની ધાતુની વાડ તોડી નાખી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિસેન્ટે ફોક્સ અને મેક્સીકનબિલિયોનેર રિકાર્ડો સેલિનાસ પ્લિગોએ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું છે.
ક્લાઉડિયા શેનબૌમની સુરક્ષા નીતિની ટીકા:
થોડા દિવસો પહેલા, મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આરોપ લગાવ્યો હતો કે જમણેરી પક્ષો પર જેન ઝીને ગેરમાર્ગે દોરીને ભડકાવી રહી છે, જેના માટે તેઓ સોશિયલ મીડિયા પર બોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે.
ક્લાઉડિયા શેનબૌમ ઓક્ટોબર 2024 થી સત્તામાં છે, તેમના કાર્યકાળના પ્રથમ વર્ષમાં તેમનું અપ્રૂવલ રેટિંગ 70 ટકાથી વધુ હતું, જે તેમને મળી રહેલા સમ્રથનને દર્શાવાવે છે, પરંતુ તાજેતરમાં કેટલીક હાઇ-પ્રોફાઇલ હત્યાઓ થતી હતી, જેમાં મિચોઆકનના લોકપ્રિય મેયરની હત્યાનો પણ સમાવેશ થાય છે, જેના કારણે તેમની સુરક્ષા નીતિની ટીકા થઇ રહી છે.
આપણ વાંચો: બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ સોમવારે ટ્રિબ્યુનલ આપશે ચુકાદો, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ



