તમારે કહેવું જોઈતું હતું કે G20 નું આયોજન આટલું મુશ્કેલ છે’, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ PM મોદીને આવું એક કહ્યું?

‘જોહાનીસ્બર્ગ: વર્ષ 2023 માં ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ દરમિયાન આફ્રિકન યુનિયન સભ્ય બન્યું હતું, ત્યાર બાદ પ્રથમવાર આફ્રિકા ખંડમાં G20 સમિટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું. આ G20 સમિટનું આયોજન કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી, એવું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ સ્વીકાર્યું છે. તેમણે ભારતના વડાપ્રધાન મોદીને કહ્યું કે તમારે અમને કહેવું જોઈતું હતું કે G20 સમિટનું આયોજન આટલું મુશ્કેલ કામ છે.
રવિવારે ભારત-દક્ષિણ આફ્રિકા પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટોના પ્રારંભિક ભાષણમાં, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસાએ G20 સમિટ સંમેલનના આયોજનમાં મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. આ દરમિયાન રામાફોસાએ મજાકના સ્વરમાં વડા પ્રધાન મોદીને કહ્યું, “તમારે અમને જણાવવું જોઈતું હતું કે (G20 સમિટનું આયોજન) આટલું મુશ્કેલ કાર્ય છે, કદાચ અમે પાછા હટી ગયા હોત.”

‘તમારું આયોજન અદ્ભુત હતું.’
રામાફોસાએ વડાપ્રધાન મોદીને કહ્યું, “G20 ના આયોજનમાં દક્ષિણ આફ્રિકાને આપેલા સમર્થન બદલ ભારતનો આભાર, G20 ના તમારા આયોજનથી અમે ઘણું શીખ્યા, તમારું આયોજન અદભુત હતું, અમારું આયોજન નાનું છે.”
રામાફોસાને જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “નાનું હંમેશા સુંદર હોય છે.”
અધ્યક્ષ પદ દરમિયાન ભારતે સપ્ટેમ્બર 2023 માં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે 18મી G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમિટ શરુ થાય એ પહેલા જ ભારત મંડપમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વર્ષ દરમિયાન અજમાન દેશમાં પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ અને સિવિલ સોસાયટી વચ્ચે સતત બેઠકો યોજાતી રહે છે.
આ પણ વાંચો…ભારત-કેનેડા સંબંધો ફરી ટ્રેક પર! વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણમાં સહયોગ વધારવા સહમતી…



