Bangladesh ના પૂર્વ મંત્રી હતા દેશ છોડવાની ફિરાકમાં, એરપોર્ટ પર ડિટેઇન કરાયા

ઢાકા : બાંગ્લાદેશના(Bangladesh)હિંસક તોફાનો બાદ દેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને શેખ હસીના ઢાકા છોડીને ભારત આવ્યાના એક દિવસ પછી પણ બાંગ્લાદેશમાં સ્થિતિ સ્થિર નથી. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે સંસદ ભંગ કરી દીધી હતી. બંગા ભવનના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવાર પછીથી સંપૂર્ણ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિના પગલાએ નવી સામાન્ય ચૂંટણીઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે.
શેખ હસીનાના મંત્રીઓ દેશ છોડવાના પ્રયાસમાં
ત્યારે શેખ હસીના સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા મહેમૂદ બાંગ્લાદેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે. તે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાંથી તેની અટકાયત કરવામાં આવી હતી. અન્ય ઘણા પૂર્વ મંત્રીઓ પણ દેશ છોડવાનું વિચારી રહ્યા છે. બાંગ્લાદેશમાં બળવા પહેલા જ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીના ઘણા ટોચના નેતાઓ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ દેશ છોડી ચૂક્યા છે.
બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી
આ સિવાય બાંગ્લાદેશમાં મંગળવારે એક મોટી ઘટના BNP ચીફ ખાલિદા ઝિયા ની મુક્તિ હતી આ સાથે 1 જુલાઈથી ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશમાં છેલ્લા બે દિવસમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 119 લોકો માર્યા ગયા છે. બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએથી હિંદુઓ પર હુમલાના અહેવાલો પણ છે. ભારતના આ પાડોશી દેશમાં બે હિન્દુ નેતાઓની હત્યા કરવામાં આવી છે.
Also Read –