નેપાળમાં બળવો: પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, પોલીસ ફાયરિંગમાં અનેક ઘાયલ
સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

કાઠમંડુ: નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તા પર આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં જનરેશન ઝેડના પ્રદર્શનકારીઓએ સરકારના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હકકીતમાં વાત એમ છે કે થોડા સમય પહેલા નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુક્યો હતો. પ્રદર્શન કારી યુવાનોએ સંસદ પરિસરમાં ઘૂસીને હંગામો કર્યો હતો. અંતે જેને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત પોલીસે કર્ફ્યૂ લાગુ કરી સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં લખાય છે ત્યારે પોલીસ ફાયરિંગમાં એકનું મોત થયું છે, જ્યારે અનેકને ઈજા પહોંચી છે.
સંસદ ભવનમાં ઘૂસ્યા પ્રદર્શનકારી
આજથી શરૂ થયેલા આ “જનરેશન-ઝેડ રિવોલ્યૂશન”માં હજારો યુવક-યુવતીઓએ નેપાળની સંસદ ભવનમાં ઘૂસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો. સરકારે આ દરમિયાન ઘણા કલાકો સુધી ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કાઠમંડુના મેયરે આ યુવા આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે, જ્યારે બીજી બાજું નેપાળ વડા પ્રાધાન કેપી શર્મા ઓલીએ ચેકવણી આપી છે કે કાયદો તોડવાના પરિણામો ભોગવવા પડશે
કેમ લાગ્યો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
નેપાળ સરકારે 4 સપ્ટેમ્બરે ફેસબુક, એક્સ, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેનું કારણ બતાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે નેપાળ સરકાર સાથે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું. નેપાળ સરકારે 2024માં એક નિર્ણય જાહેર કર્યો હતો. જેમાં તમામ સોશિયલ મીડિયાએ પોતાના સ્થાનિક કાર્યલય ખોલવાની જાહેર કરી હતી. અને રાષ્ટ્રીય ટેક્સ પેયર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ નિયમનુ પાલન ન કરનારા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારનું કહેવું છે કે આ પગલું ખોટી માહિતી, ઉશ્કેરણીજનક સામગ્રી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે લેવાયું છે.
આપણ વાંચો: અમેરિકા ગયેલા ભારતીયોની મુશ્કેલીઓ વધશે, ટ્રમ્પ વહીવટીતંત્રે શરૂ કરી આ કવાયત…