અમેરિકાની સ્કૂલ પર હુમલો, હથિયારો પર ભારત વિરોધી નારા લખ્યા હોવાનો ખુલાસો

અમેરિકાના મિનિયાપોલિસમાં એનુન્સિએશન કેથોલિક સ્કૂલમાં 27 ઓગસ્ટના એક ચોંકાવનારી ઘટના બની હતી. મિનિયાપોલિસમાં એનુન્સિએશ કેથોલિક સ્કૂલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ઘટનામાં 2 બે બાળકોના મોત થયા હતા જ્યારે 17 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે આ ઘટનામાં નવો ખુલાસો થયો છે. અમેરિકન રૂઢિવાદી કાર્યકર્તા લૌરા લૂમરે બુધવારે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી, જેમાં હુમલાખોરે હથિયારો પર ‘માશાઅલ્લાહ’, ‘ન્યૂક ઈન્ડિયા’ અને ‘ઈઝરાયેલ મસ્ટ ફોલ’ જેવા નારા લખ્યા હોવાનું જોવા મળ્યું. આ ઘટનાએ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઈરાદાને ઉજાગર કર્યો છે.
23 વર્ષીય હુમલાખોર રોબિન વેસ્ટમેન, જે અગાઉ રોબર્ટ તરીકે ઓળખાતો હતો, એનુન્સિએશન કેથોલિક સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો. તેણે સ્કૂલની રંગીન કાચની બારીઓ પર ગોળીબાર કર્યો, જ્યારે વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા. આ હુમલામાં બે બાળકોના મોત થયા, જ્યારે 17 અન્ય લોકો ઘાયલ થયા. હુમલાખોરે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઘાયલોમાં 14 બાળકો (6થી 15 વર્ષની ઉંમર) અને 80 વર્ષથી વધુ ઉંમરના ત્રણ પાદરીઓનો સમાવેશ થાય છે.
હુમલાખોરે ઉપયોગમાં લીધેલી રાઈફલ પર ‘60 લાખ પૂરતા ન હતા’ લખેલું હતું, જે યહૂદી-વિરોધી નરસંહારનો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ થાય છે કે નરસંહારમાં 60 લાખ યહૂદીઓની હત્યા પૂરતી ન હતી. આ ઉપરાંત, ધુમાડાના ગ્રેનેડ જેવી દેખાતી બંદૂક પર ‘યહૂદી ગેસ’ લખેલું હતું. આ નારાઓ ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ નફરત અને ધાર્મિક ઉન્માદને દર્શાવે છે, જે હુમલાના ઈરાદાને વધુ ગંભીર બનાવે છે.
મીડિયા પ્રમાણે હુમલાખોરના હથિયારો પર લખેલા ‘માશાઅલ્લાહ’, ‘ન્યૂક ઈન્ડિયા’ અને ‘ઈઝરાયેલ મસ્ટ ફોલ’ જેવા નારા ભારત-વિરોધી અને યહૂદી-વિરોધી ઈસ્લામિક પ્રચારથી પ્રભાવિત હોવાનું સૂચવે છે. તેમણે આ ઘટનાને ઈલ્હાન ઉમરના જિલ્લામાં થયેલી ઘટના સાથે જોડી અને તેને ‘લાલ-લીલો ગઠબંધન’નું ઉદાહરણ ગણાવ્યું. આ ઘટનાએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ 14 બાળકોની ઉંમર 6થી 15 વર્ષની વચ્ચે છે, અને તમામના બચી જવાની આશા છે. ઘાયલ થયેલા ત્રણ પાદરીઓની ઉંમર 80 વર્ષથી વધુ છે, અને તેમની સારવાર ચાલુ છે. આ ઘટનાએ સ્કૂલની સુરક્ષા અને હેટ ક્રાઈમના મુદ્દાઓ પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓ હુમલાખોરના ઉદ્દેશ્યો અને તેના પ્રચારથી પ્રભાવિત હોવાની શક્યતાની તપાસ કરી રહ્યા છે.
આપણ વાંચો: ટ્રમ્પને જોરદાર જવાબ! ભારત અમેરિકા સિવાય આ 40 દેશો સાથે ડીલ કરવાની તૈયારી કરી