હસીનાના દુશ્મન નંબર-1ની 17 વર્ષ બાદ બાંગ્લાદેશમાં એન્ટ્રી: જાણો કોણ છે તારિક રહેમાન

ઢાકા: બાંગ્લાદેશમાં હાલ ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના મોટા દીકરા તારિક રહેમાન 17 ના દેશવટા બાદ પરિવાર સાથે બાંગ્લાદેશ પરત ફર્યા છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશના રાજકારણમાં મોટા બદલાવ આવી શકે છે.
ઝિયાઉર રહેમાન ગઈ કાલે પત્ની ઝુબૈદા રહેમાન અને પુત્રી ઝૈમા રહેમાન સાથે લંડનના હીથ્રો એરપોર્ટથી ફ્લાઈટ બેસીને રવાના થયા હતાં, આજે તેમની ફ્લાઈટ ઢાકા એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ઝિયાઉર રહેમાનના સ્વાગત માટે ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના હજારો સમર્થકો એકઠા થયા હતાં. સમર્થકોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે તેનું સ્વાગત કર્યું અને નારા પણ લગાવ્યા હતાં.
60 વર્ષીય ઝિયાઉર રહેમાનને બાંગ્લાદેશમાં તારિક ઝિયા તરીકે જાણીતા. રહેમાનનો બાંગ્લાદેશ પાછા ફરવાનો નિર્ણય રાજકીય તો છે જ સાથે વ્યક્તિગત પણ છે.
ઝિયાઉર રહેમાનની દીકરી ઝૈમા રહેમાને વિમાનની અંદર બેઠેલા પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. તેણે લખ્યું, “મારી માતૃભૂમિ, બાંગ્લાદેશ પાછા ફરતી વખતે!”
લાખો લોકો ઢાકામાં એકઠા થશે:
બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)પાર્ટીએ તેના સમર્થકો અને કાર્યકર્તાઓને ઢાકામાં એકઠા થવા આહવાન કર્યું છે. ઝિયાઉર રહેમાનના સ્વગત માટે આજે ઢાકામાં લાખો લોકો એકઠા થાય એવી શક્યતા છે. BNPના જણાવ્યા મુજબ ઢાકામાં 50 લાખ સમર્થકોને એકઠા થઇ શકે છે.
ઝિયાઉર રહેમાન વડાપ્રધાન પદના દાવેદાર:
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીમાં ઝિયાઉર રહેમાનને વડા પ્રધાન પદના દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
ગંભીર આરોપો બાદ દેશ છોડ્યો:
નોંધનીય છે કે બાંગ્લાદેશનમાં ઝિયાઉર રહેમાન વિરુદ્ધ મની લોન્ડરિંગ અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની હત્યાનું કાવતરું સહીત સંખ્યાબંધ આરોપ લગાવવામાં આવ્યા હતાં, ત્યાર બાદ 2008 થી રહેમાન યુકેના લંડનમાં રહે છે.
ડિસેમ્બર 2009 માં ઢાકામાં યોજાયેલી 5મી રાષ્ટ્રીય પરિષદમાં BNP ના તેમને સિનિયર વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતાં, અને યુકે રહીને પાર્ટીની આગેવાની કરી હતી.
યુનુસ સરકારે દ્વાર ખોલ્યા:
ગત વર્ષે શેખ હસીનાની સરકારના પતન અને મોહમદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે સાશન સાંભળ્યા બાદ ઝિયાઉર રહેમાનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં, ત્યાર બાદ તેના બાંગ્લાદેશ પરત ફરવાનો રસ્તો સાફ થયો હતો.
ફેબ્રુઆરીમાં યોજાશે ચૂંટણી:
12 ફેબ્રુઆરી 2026ના રોજ બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી યોજવાની છે, જેમાં BNP રહેમાનને વડાપ્રધાનના ચહેરા તરીકે રજુ કરી શકે છે. ઇસ્લામિક જમાત-એ-ઇસ્લામી પાર્ટી BNPની હરીફ રહેશે. જયારે શેખ હસીનાની અવામી લીગ પાર્ટી પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અવામી લીગ નેતાઓ ચૂંટણી પ્રક્રિયા ખોરવવા ધમકી આપી રહ્યા છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશના ઢાકામાં વિસ્ફોટઃ ફ્લાયઓવર પરથી બોમ્બ ફેંકતા એકનું મોત, અનેક ઘાયલ



