ઈમરાન ખાનને કોર્ટે જેલમુક્તિ આપી હોવા છતાં તેમના નસીબમાં હજુ જેલવાસ યથાવત!
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (former pakistan prime minister imran khan) ગેરકાયદે લગ્ન કેસમાં મોટી રાહત મળી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને બિન ઈસ્લામિક લગ્નના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના લીધે જ તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક એક વર્ષ જેટલા સમયથી જેલમાં છે.
જો કે કોર્ટથી રાહત મળ્યા બાદ ગણતરીના સમયમાં જ લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે ગયા વર્ષે 9 મેના રોજ ફાટી નીકળેલી હિંસા સંબંધિત ત્રણ કેસમાં ઈમરાન ખાનની ધરપકડને મંજૂર કરી હતી. જેના લીધે તે હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં.
જો કે આ બાદ ઈમરાન ખાનની પાર્ટી દ્વારા તેમની ધરપકડના આદેશને તેમને ગેરકાયદે લાંબા સમય સુધી જેલમા પૂરી રાખવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. ઇસ્લામાબાદની એક અદાલતે બુશરા બીવીના પૂર્વ પતિની ફરિયાદના આધારે આ દંપતીને દોશી ઠેરવ્યા હતા. જેમા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઇદ્દતની અવધિમાં કોઈ સ્ત્રી અન્ય પુરુષ સાથે લગ્ન કરી શકે નહિ. ઇસ્લામમાં, સ્ત્રી છૂટાછેડા અથવા તેના પતિના મૃત્યુના ચાર મહિના સુધી ફરીથી લગ્ન કરી શકતી નથી.
આ પણ વાંચો: ઈમરાન ખાને જેલમાંથી પત્ર લખી પાક આર્મી ચીફ અસીમ મુનીર પર લગાવ્યો સનસનીખેજ આરોપ
આજે કેસની સુનાવણીમાં જજે બપોરે ચુકાદો સંભળાવતા ઈમરાન ખાન અને બુશરા ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે “જો તેઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય, તો ઈમરાન ખાન અને બુશરા બીબીને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે.” આ જ કેસમાં ગયા વર્ષે ઓગષ્ટ માસથી જ ઈમરાન ખાન જેલમાં બંધ છે.
ઈમરાન ખાનના પત્ની બુશરાના પતિ દ્વારા નવેમ્બર 2023 માં દંપતી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, આરોપ મૂક્યો હતો કે તેઓએ ઇદ્દતની ફરજિયાત રાહ જોયા વિના લગ્ન કર્યા હતા. તેણે કોર્ટને લગ્નને રદબાતલ જાહેર કરવા વિનંતી કરી. ખાન અને બીબીએ 2018 માં લગ્ન કર્યા, જે વર્ષે ખાન ચૂંટણી જીત્યા અને વડા પ્રધાન બન્યા.
બુશરા ખાનની આધ્યાત્મિક માર્ગદર્શક હતી, પરંતુ તેમની મીટિંગ દરમિયાન, તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. બુશરાએ તેના પતિથી છૂટાછેડા લીધા હતા, જેની સાથે તેને પાંચ બાળકો હતા. બુશરા ખાનની ત્રીજી પત્ની છે.