ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

27 યુરોપિયન દેશોએ ટ્રમ્પને પડકાર ફેંક્યો! યુએસ પ્રોડક્ટ્સ પર આટલા ટકા ટેરિફ લાદી શકે છે…

બ્રસેલ્સ: બીજીવાર યુનાઈટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ અંગે સતત સક્રિય રહ્યાં છે, 2જી એપ્રિલથી ટ્રમ્પે 180 થી વધુ દેશો પર ટેરિફ લાગુ કરીને ખળભળાટ (US Tariff) મચાવી દીધો, જેની અસર વૈશ્વિક વેપાર પડી રહી છે. ટેરિફને કારણે યુએસ સહીત દુનિયાભરના શેર બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત રવિવારે અમેરિકામાં ટ્રમ્પ સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતાં. દુનિયાના ઘણા દેશોએ અમેરિકાના ટેરીફ સામે વળતો ટેરીફ (Reciprocal Tariff) લાગુ કર્યો છે, એવામાં યુરોપિયન યુનિયન (EU) એ ઘણી અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી કરી છે. જોકે, આ દરખાસ્તને સભ્ય દેશો દ્વારા હજુ મંજૂરી મળવાની બાકી છે.

ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ટેરીફ પોલીસી હેઠળ અન લિસ્ટેડ દેશોથી થતી તમામ આયાત પર બેઝલાઇન 10 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, ઉપરાંત જે દેશોમાં યુએસ પ્રોડક્ટ્સ પર કડક નિયમો અથવા ટેરિફ છે, તેના પર ઉચ્ચ ટેરીફ દર લાગુ કરવામાં આવ્યો છે.

ટેરીફ વોર છેડાયું?

અમેરિકાના ટેરીફ સામે, ચીને હવે અમેરિકાથી આવતી દરેક આયાત પર 34% નો એડિશનલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. ચીનના ટેરિફ લાદ્યા બાદ, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ચીન 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટેરીફ યુદ્ધ છેડાઈ ગયું એવું લાગી રહ્યું છે. એવામાં યુરોપિયન યુનિયન (EU) જો અમેરિકા પર ટેરીફ લાદશે તો આ ટેરીફ યુદ્ધ વધુ ગંભીર બનશે.

આ પણ વાંચો: અમેરિકના ટેરિફ વોર સહિત આ કારણોથી વૈશ્વિક શેરબજારમા હાહાકાર, મંદીના સંકેત

યુરોપિયન યુનિયનનો પ્રસ્તાવ:

અહેવાલ અનુસાર, યુરોપિયન યુનિયનએ સોમવારે કેટલીક યુએસ પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અહેવાલ મુજબ કેટલીક ચીજવસ્તુઓ પર ટેરિફ 16 મે, 2025 થી અમલમાં આવશે. જેમાં હીરા, ઈંડા, ડેન્ટલ ફ્લોસ, મરઘાં અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. કેટલાક સભ્ય દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ આ યાદીમાંથી કેટલીક બાબતો દૂર કરવામાં આવી હોવાના અહેવાલો છે.

આ પણ વાંચો: ટેરિફ લાગુ થતા 50 થી વધુ દેશો વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા માટે તૈયાર! મંદી અંગે ટ્રમ્પે કહી આ વાત…

યુરોપિયન યુનિયન સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને દૂર કરવા માટે કાર્યવાહી કરવા અંગે વાતચીતને પ્રાથમિકતા આપવા સંમત થયું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button