ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમેરિકાના ન્યૂ યોર્કના ટ્રાફિક જામનો બન્યા શિકાર: ટ્રમ્પને લગાવ્યો ફોન | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમેરિકાના ન્યૂ યોર્કના ટ્રાફિક જામનો બન્યા શિકાર: ટ્રમ્પને લગાવ્યો ફોન

ન્યૂ યોર્ક: વર્ષ 2025માં ન્યૂ યોર્ક ખાતે 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે જુદા જુદા દેશોના રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનો ન્યૂ યોર્ક ખાતે પહોંચી રહ્યા છે. જોકે, ન્યૂ યોર્ક ખાતે પહોંચેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ અહીં ટ્રાફિક જામનો શિકાર બની ગયા છે.

ટ્રાફિક પોલીસે ઇમેન્યુઅલ મેક્રોનની કાર અટકાવી

80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ન્યૂ યોર્ક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ફ્રાન્સના દૂતાવાસ પાસેથી પોતાના કાફલા સાથે રવાના થઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે એક આશ્ચર્યજનક ઘટના બની હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના કાફલાને ન્યૂ યોર્ક પોલીસે ટ્રાફિક જામના કારણે રોકી દીધો હતો. ત્યાર બાદ ઇમેન્યુઅલ મેક્રોને તાત્કાલિક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે થયેલી રમુજી વાતચીત થઈ હતી. ઇમેન્યુઅલ મેક્રોને ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને તેમના કાફલાને રોકવાનું કારણ સમજાવ્યું હતું. તેમણે હસતાં હસતાં ટ્રમ્પને કહ્યું કે, “તમે કેમ છો? હું હમણાં રસ્તા પર રાહ જોઈ રહ્યો છું, કારણ કે તમારા માટે બધું બંધ છે.” ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : કમ્યુનિસ્ટ પાગલ, હું ન્યૂ યોર્કને તબાહ થવા દઈશ નહીંઃ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ

પેલેસ્ટાઇનને રાજ્ય તરીકે માન્યતા આપવાની જાહેરાત

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનેએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી. આ નિર્ણયથી મધ્ય પૂર્વમાં રાજકારણ ગરમાયું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અન્ય મોટા દેશોની રાજનીતિને પણ અસર કરી શકે છે. કુલ 156 દેશોએ હવે પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપી છે. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ જેવા મોટા દેશો પણ આ યાદીમાં જોડાયા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button