મસ્કે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય, X નો આ કંપની સાથે 33 અબજ ડૉલરમાં કર્યો સોદો…

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઇલોન મસ્ક તેના વિચિત્ર નિર્ણય માટે જાણીતો છે. તેણે તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને એક કંપનીને વેચી દીધું છે. મસ્કે જણાવ્યું કે, તેણે એક્સનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની એકસએઆઈને વેચી દીધું છે. 33 અબજ ડૉલરની આ ડીલ છે.
ઇલોન મસ્કે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, એકએઆઈ અને એક્સનું ભવિષ્ય પરસ્પર જોડાયેલું છે. આજે આપણે ડેટા, મોડલ, કમ્પ્યુટર, ડિસ્ટ્રીબ્યુશન અને ટેલેન્ટને ભેગી કરવા સત્તાવાર પગલું ભરી રહ્યા છીએ. એકસએઆઈ એક્સ માટે 45 અબજ ડોલરની ચૂકવણી કરશે. જે મસ્ક દ્વરા 2022માં કરવામાં આવેલી ચૂકવણી કરતા થોડી વધારે છે. ઉપરાંત આ ડીલમાં 12 અબજ ડૉલરનું ઋણ પણ સામેલ છે.
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ
મસ્કે 2022માં 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. જે બાદ તેમાં કામ કરી રહેલા કર્મચારીઓને છૂટા કર્યા હતા અને નફરત ફેલાવતા ભાષણ, ખોટી સૂચના અને ઉપયોગકર્તાની વિશ્વસનીય નીતિને બદલી હતી. તેમજ નામ બદલીને એક્સ કર્યું હતું.