ઇન્ટરનેશનલ

ઈલોન માસ્કે ગાઝામાં ઈન્ટરનેટ સર્વિસ પ્રદાન કરવા તૈયારી બાતાવી, ઇઝરાયલે નારાજ

ઇઝરાયલે ગાઝામાં ઈન્ટરનેટ કનેક્શન બંધ કર્યા બાદ ઈલોન મસ્કે ગાઝા પટ્ટીમાં સ્ટારલિંક ઉપગ્રહોના માધ્યમથી ઈન્ટરનેટ સર્વિસ પૂરી પાડવાની ઓફર કરી હતી. આ અંગે ઇઝરાયલે ઇલોન મસ્કને ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો મસ્ક આવું કરશે તો ઇઝરાયેલ મસ્કની કંપની સ્ટારલિંક સાથેના તમામ સંબંધો તોડી નાખશે. ઈઝરાયેલે એમ પણ કહ્યું કે તે હમાસ સામેની લડાઈમાં દરેક રસ્તાનો ઉપયોગ કરશે.

એલોન મસ્કે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં મસ્કે લખ્યું છે કે, ‘સ્ટારલિંક ગાઝામાં હાજર તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી સહાય સંસ્થાઓને સંચાર સુવિધાઓ પ્રદાન કરશે.’ મસ્કની આ જાહેરાતથી ઈઝરાયેલ રોષે ભરાયું હતું.

મસ્કની પોસ્ટ પર રિપ્લાય આપતા, ઇઝરાયેલના કોમ્યુનિકેશન મિનિસ્ટર શોલોમો કારહીએ લખ્યું કે ‘ઇઝરાયેલ આ લડાઇમાં દરેક રસ્તાનો ઉપયોગ કરશે. હમાસ આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા સ્ટારલિંકની સંચાર સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. તે આમ કરશે તેમાં કોઈ શંકા નથી અને મસ્ક પણ આ જાણે છે. હમાસ ISIS છે. અમારા તમામ અપહરણ કરાયેલા બાળકો, દીકરા-દીકરીઓ અને વૃદ્ધોને મુક્ત કરવાના બદલામાં માસ્ક સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડવાની શરત મૂકી શક્યા હોત! જો મસ્ક આવું પાગલું આવું કરશે તો મારી ઓફિસ સ્ટારલિંક કંપની સાથેના તમામ સંબંધો તોડી નાખશે.’

ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યું છે. એ પહેલા ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં વીજળી, ઈન્ટરનેટ અને અન્ય સંચાર સુવિધાઓ બંધ કરી દીધી છે. જેના કારણે ગાઝા પટ્ટીમાં રહેતા 23 લાખ લોકોની વસ્તી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. ઈઝરાયેલના આ પગલાની ટીકા પણ થઈ રહી છે. ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન બંધ થવાને કારણે ગાઝામાં કામ કરતા આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થાઓ અને પત્રકારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આવી સ્થિતિમાં, ઈલોન મસ્કએ તેમની કંપની સ્ટારલિંક દ્વારા ગાઝામાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સંચાર સુવિધાઓ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button