ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં એક મદરેસા પર થયો ડ્રોન હુમલો, 9 બાળકો ગંભીર રીતે ઘાયલ

પેશાવર, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં ફરી એકવાર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનમાં એક મદરેસા પર ડ્રોન હુમલો થયો છે. આ ડ્રોન હુમલામાં 9 બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ હુમલો પણ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા મદરેસા પર થયો હતો. આ હુમલા અંગે પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. આ હુમલામાં જે બાળકો ઘાયલ થયા તેમાં ત્રણ નાની બાળકીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ તમામ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

બાળકો અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન થયો ડ્રોન હુમલો

પાક. અધિકારીએ જણાવ્યું કે, ગુરૂવારે ટૈંક જિલ્લાના શાદિખેલ ગામમાં આવેલ એક મદરેસામાં જ્યારે બાળકો અભ્યાસ કરી રહ્યાં હતા, ત્યારે આ ડ્રોન હૂમલો થયો હતો. જેમાં નવ બાળકો ઘાયલ થયા છે, જો કે, કોઈનું મોત થયું હોવાનું જાણવા મળ્યું નથી. હુમલાની જાણ થતા પાકિસ્તાન રેસ્ક્યૂ 1122ની ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. અધિકારીઓનું કહેવું છે કે, આ હુમલામાં ત્રણ છોકરીઓ અને છ છોકરાઓ ઘાયલ થયાં છે. આ તમામ બાળકોની હાલત સારી હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

મદરેસા પર થયેલા હુમલાના કારણે સ્થાનિકોમાં રોષ

આ હુમલા અંગે હજી સુધી કોઈ પણ સમૂહ કે સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી. જો કે, આ હુમલાના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને તેઓ ટૈંક જિલ્લાના મુખ્ય ચોકમાં પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. લોકોએ આ હુમલાની ભારે નિંદા પણ કરી છે. સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોવાના કારણે વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયો હતો. જિલ્લા તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ લોકોને સમજાવીને પ્રદર્શન બંધ કરાવ્યું હતું. પરંતુ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.

આપણ વાંચો:  જાપાનની ફેક્ટરીમાં ચાકુ વડે હુમલામાં 14 લોકો ઘાયલ: હુમલાખોરની ધરપકડ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button