હું ખુશ છું કારણ કે મેં…નોબેલ વિજેતાએ પુરસ્કાર અર્પણ કરતાં ટ્રમ્પે કર્યા પોતાના વખાણ, શું કહ્યું | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

હું ખુશ છું કારણ કે મેં…નોબેલ વિજેતાએ પુરસ્કાર અર્પણ કરતાં ટ્રમ્પે કર્યા પોતાના વખાણ, શું કહ્યું

વોશિંગટન ડી.સી.: અનેક પ્રયાસો કરવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ શાંતિનું નોબલ પ્રાઈઝ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પને બદલે વેનેઝુએલાની વિપક્ષની નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનું નોબલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, મારિયા કોરિના મચાડોએ પોતાનું આ સન્માન ડૉનાલ્ડ ટ્રમ્પને અર્પણ કર્યું છે. જેને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે મારિયા કોરિના મચાડોને શું કહ્યું, આવો જાણીએ.

અસલમાં તમે હકદાર છો

વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને અપાતા વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી હતી. વ્હાઈટ હાઉસે આ નિર્ણયને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો છે. તેમજ વ્હાઇટ હાઉસે સમિતિની આકરી ટીકા કરી હતી. જોકે, મારિયા કોરિના મચાડોએ એક્સ પર પોસ્ટ કરીને પોતાનું આ સન્માન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને અર્પણ કર્યું છે. જેને લઈને હવે ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના જ વખાણ કર્યા છે.

આંતરરાષ્ટ્રીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, જે વ્યક્તિને નોબલ પ્રાઇઝ મળ્યું છે, તેણે આજે મને ફોન કરીને કહ્યું કે, “હું આ પ્રાઇઝને તમારા સન્માનમાં સ્વીકારી રહીં છું. કારણ કે અસલમાં તમે તેના હકદાર હતા.” ટ્રમ્પે આગળ જણાવ્યું કે, જોકે, મેં એવું ન કહ્યું કે, તે પ્રાઇઝને મને આપી દે. મને લાગે છે કે તેણે એવું કર્યું હશે. હું તો તેની મદદ કરતો આવ્યો છું. હું ખુશ છું કારણ કે મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે.

મારિયા કોરિના મચાડોએ શું કહ્યું હતું?

મારિયા કોરિના મચાડોએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “દરેક વેનેજુએલાવાસીઓના સંઘર્ષને મળેલી આ માન્યતા અમારું સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું કામ રૂ કરવા માટેનું એક પ્રોત્સાહન છે. અમે વિજયની નજીક છીએ અને આજે અમે પહેલા કરતાંય ઘણું વધારે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, યુએસએના લોકો, લેટિન અમેરિકાના લોકો અને વિશ્વના લોકતાંત્રિક દેશો પર સ્વતંત્રતા અને લોકતંત્ર મેળવવા માટે પોતાના મુખ્ય સહયોગીઓના રૂપમાં વિશ્વાસ કરીએ છીએ. હું આ પુરસ્કાર વેનેજુએલાના પીડિતો અને અમારા ઉદ્દેશ્યના પ્રત્યે તેના નિર્ણાયક સમર્થન માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને અર્પણ કરું છું.”

આ પણ વાંચો…મારિયા કોરિના મચાડોએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનો નોબલ પ્રાઇઝ અર્પણ કર્યો, કારણ જાણીને ચોંકી જશો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button