તાઇવાન પર આક્રમણ કરશો તો…: ટ્રમ્પે ચીનને આપી આવી ચેતવણી

વોશિંગ્ટન ડીસી: તાજેતરમાં દક્ષિણ કોરિયાના બુસાનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, બંને દેશો વચ્ચે ખનીજ કરાર થયો હતો, યુએસએ ચીન પર ટેરીફ પણ ઘટાડ્યો હતો, પરંતુ આ બેઠક દરમિયાન ચીનના તાઈવાન પર કબજો કરવામાં ઈરાદા વિષે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી, હવે ટ્રમ્પે ચીનને તાઈવાન અંગે ચેતવણી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ચીન તાઇવાન પર આક્રમણ કરવાનો પ્રયાસ કરશે તો ચીને પરિણામો ભોગવવા પડશે. એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે તેમના રાષ્ટ્રપતિ રહેતા ચીન તાઇવાન પર આક્રમણ કરશે નહીં, કારણ કે ચીન જાણે છે કે પરિણામો શું આવી શકે છે. તાઇવાન યુએસનો મુખ્ય સાથી દેશ છે અને વ્યુહાત્મક રીતે પણ પણ ખુબજ મહત્વનો છે.
ટ્રમ્પ-જિનપિંગને વચ્ચેની બેઠક બાદ એવું લાગી રહ્યું હતું કે વિશ્વની સૌથી મોટી બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ બાદ સંબંધોમાં સુધારી રહ્યા છે છે. વેપાર ઉપરાંત બંને નેતાઓએ વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, જોકે બેઠક દરમિયાન તાઇવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
ચીન ખૂબ સારી રીતે સમજે છ:
એક ન્યુઝ ચેનલ સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો ચીન તાઇવાન પર લશ્કરી કાર્યવાહી કરે તો તેઓ શું કરશે? તેમને પૂછવામાં આવ્યું કે તેઓ તાઇવાનના રક્ષણ માટે યુએસ સેના મોકલશે કે કેમ?
ટ્રમ્પે કહ્યું કહ્યું, “જ્યારે એવું થશે ત્યારે તમને ખબર પડી જશે અને તે(ચીન) પણ સમજે છે કે અમારો જવાબ શું હશે. બેઠક દરમિયાન અ મુદ્દે ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો નહીં. કારણ કે ચીન આ વાતને ખૂબ સારી રીતે સમજે છે.”
ટ્રમ્પે પત્રકારને કહ્યું, “તમે મને જે પ્રશ્નો પૂછો એનો તમામ નો જવાબ આપું નહીં આપું. હું એટલું જ કહીશ કે તેમણે (જિનપિંગે)તેમના લોકોએ સભાઓમાં ખુલ્લેઆમ કહ્યું છે કે, ‘જ્યાં સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તો અમે કંઈ નહીં કરીએ’”.
આ પણ વાંચો…યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી



