…તો ન્યુયોર્ક બરબાદ થઇ જશે: મેયરની ચૂંટણી પહલા ટ્રમ્પે આપી ચેતવણી

ન્યૂ યોર્કના મેયરની ચૂંટણીની તેના અંતિક તબક્કામાં છે, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાની જીતે તેવી શક્યતા વધુ જણાઈ રહી છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વાત પચી નથી રહી. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઝોહરાન મમદાની ન્યુયોર્કના મેયર તરીકે ચૂંટાય છે, તો શહેરને મળતા ફેડરલ ફંડમાં કાપ મૂકવામાં આવશે.
નોંધનીય છે કે ઝોહરાન પ્રખ્યાત ભારતીય ફિલ્મ ડાયરેક્ટર મીરા નાયર અને ભારતીય મૂળના યુગાન્ડાના લેખક મહમૂદ મામદાનીના દીકરા છે. ન્યુ યોર્ક શહેરના મેયર પદ માટેની પ્રાથમિક ચૂંટણીમાં તેમણે જીત મેળવવી હતી. મેયર પદની અંતિમ ચૂંટણી માટે મતદાન આજે 4 નવેમ્બરના રોજ સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી મતદાન થશે. ન્યુ યોર્કમાં લોકપ્રિય ઝોહરાનને આ ચૂંટણી જીતવા માટે ફેવરીટ માનવામાં આવે છે.
ટ્રમ્પની ચેતવણી:
રિપબ્લિકન પાર્ટીથી આવતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝોહરાન પર આરોપ લગાવ્યા અને ન્યુયોર્કના લોકોને ચેતવણી આપી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર કરેલી એક પોસ્ટમાં કહ્યું કે જો કોઈ “સામ્યવાદી” ન્યુ યોર્કનો મેયર બનશે તો પરિણામ સારું નહીં આવે.
ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, “જો સામ્યવાદી ઉમેદવાર ઝોહરાન મમદાની ન્યુ યોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતશે, ન્યુયોર્કને મળ્યા હું ફેડરલ ફંડમાં જરૂરિયાતની ન્યૂનતમ રકમ સિવાય કાપ મુકીશ.”
…તો ન્યુયોર્ક બરબાદ થઇ જશે:
ટ્રમ્પે વધુમાં લખ્યું, “આ એક સમયના મહાન શહેરમાં એક સામ્યવાદી સફળ નહીં થઇ શકે કે ટકી નહીં શકે! સામ્યવાદીને નેતૃત્વમાં શહેરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, રાષ્ટ્રપતિ તરીકે હું વધુ પૈસા નહીં મોકલું.”
ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું કે જો મમદાની ન્યુયોર્કના મેયર બનશે તો શહેર સંપૂર્ણ આર્થિક અને સામાજિક આપત્તિ આવી પડશે.
ઝોહારાન નનિષ્ફળ જશે!
લાંબી પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “તેઓ (ઝોહરાન) જે સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે, તેને એક હજાર વર્ષથી ચકાસવામાં આવ્યા છે, અને ક્યારેય તે સફળ થયા નથી. હું એવા ડેમોક્રેટને (મેયર તરીકે) જોવાનું વધુ પસંદ કરીશ, જેની પાસે સફળતાનો રેકોર્ડ હોય. અનુભવ વગરના એક સામ્યવાદીનો સંપૂર્ણ રેકોર્ડ નિષ્ફળતાથી ભરેલો છે.”
ન્યૂયોર્કના લોકોને ચેતવણી:
નોંધનીય છે કે જૂનમાં મેયરની પ્રાથમિક ચૂંટણીમાં અમેરિકન મુસ્લિમ ઝોહરાનની જીત થયા બાદથી ટ્રમ્પ તેમના કટ્ટર ટીકાકાર રહ્યા છે, તેમના પર સતત શાબ્દિક હુમલા કરી રહ્યા છે. હવે ટ્રમ્પે ન્યૂયોર્કના લોકો ઝોહરાન મમદાનીને મત ન આપવા કહ્યું છે.
ટ્રમ્પે લોકોને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સિલ્વાને બદલે અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોના પક્ષમાં મતદાન કરવા કહ્યું. ટ્રમ્પે લખ્યું, “તમને વ્યક્તિગત રીતે એન્ડ્રુ કુઓમો ગમે કે ન ગમે, તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. તમારે તેમને મત આપવો જોઈએ, અને આશા રાખવી જોઈએ કે તેઓ સારું કામ કરશે. તેઓ કામ કરવા કરવા સક્ષમ છે, મમદાની નહી!”
આપણ વાંચો: મસ્ક માટે નવી આફત, ટેસ્લામાં આગથી 5નાં મોત, મૃતકોનાં સંતાનોએ ઠોક્યો દાવો
 


