ચીને કઈ ચીજ લેવાનું બંધ કરતાં અમેરિકાની હાલત ખરાબ ?

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફે હવે ખૂદ અમેરિકા માટે મુશ્કેલીઓ વધારી છે. અમેરિકામાં સોયાબીનનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. પરંતુ ટેરિફના કારણે હવે તેનું વેચાણ ઘટી ગયું છે. અમેરિકન સોયાબીનનું સૌથી મોટું ખરીદદાર ચીન રહ્યું છે. પરંતુ ટેરિફ વોરના કારણે ચીને સોયાબીનની ખરીદી ઘટાડી દીધી છે. જેના કારણે અમેરિકન ખેડૂતનો ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. સામાન્ય રીતે જોવામાં આવે તો, જો ઉત્પાદન વધારે હોય અને માંગણી ઓછી હોય તો ફુગાવો આવે છે. અમેરિકામાં પણ એવું જ થયું છે. ટેરિફના કારણે ખરીદદારોએ વધારે રકમ ચૂકવવી પડે છે, જેના કારણે સ્વાભાવિક છે કે, વેચાણ ઘટવાનું છે.

ટેરિફના કારણે 12 અરબ ડોલરનું નુકસાન થશેઃ અહેવાલ
ચીને અમેરિકાનો મોટો પાઠ ભણાવ્યો છે. ચીને ખરીદી બંધ કરી તેના કારણે સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમેરિકન ખેડૂતોને સોયાબીનની ઓછા વેચાણના કારણે 12 અરબ ડોલરનું નુકસાન થશે તેવું રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. ચીન અમેરિકા પાસેથી ચોથા ભાગનું સોયાબીન ખરીદદાર રહ્યું છે. પરંતુ ટેરિફ બાદ ખરીદી સાવ બંધ કરી દેવામાં આવી છે.
સોયાબીનનું વેચાણ થશે કે કેમ તેને લઈને ખેડૂતને મૂંઝવણ
એક અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું કે, આ અમારા ઉદ્યોગ માટે મોટી ચેતાવણી છે. વર્તમાનમાં અમેરિકામાં હવે સોયાબીનનો પાક તૈયાર થવા આવ્યો છે. પરંતુ તેનું વેચાણ થશે કે કેમ તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં છે. જો ચીને સોયાબીનની ખરીદી આ વખતે પણ નહીં કરે તો અમેરિકન ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવી શકે તેવી સ્થિતિ છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો, અમેરિકાએ 24.5 અરબ ડોલરની કિંમતના સોયાબીનની નિકાસ કરી હતી. જેમાંથી 12.5 અરબ ડોલરની ખરીદી માત્ર એકલા ચીને જ કરી હતી. પરંતુ આ વર્ષે ચીને સોયાબીન ખરીદવાની ના પાડી દીધી છે. માત્ર સોયાબીન જ નહીં પરંતુ જ્વાર, મકાઈ અને કપાસની પણ ખરીદી પર ચીન રોક લગાવી દીધી છે. એટલે ડ્રમ્પના ટેરિફનો માર હવે અમેરિકાના ખેડૂતો ભોગવશે.
ખેડૂતોને સહાય આપવા સરકાર વિચારણા કરશે
મીડિયા અહેવાલ પ્રમાણે દર વર્ષે મેથી લઈને સપ્ટેમ્બર સુધીમાં સોયાબીન વેપાર પર ડીલ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે તો સોયાબીનના વેપાર અંગે કોઈ ચર્ચા પણ નથી. એટલું જ નહીં પરંતુ અમેરિકન સરકાર દ્વારા પણ ખરીદી અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. જો કે, સહાયતા માટે સરકાર વિચારણા કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરંતુ એક વર્ષ માટે જાહેર કરવામાં આવેલી સહાય આવતા વર્ષનું જોખમ નહીં ટાળી શકે તેવું ખેડૂતો માની રહ્યાં છે.
આપણ વાંચો: અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં, જાણો શું છે કારણ…