‘હવે સમય આવી ગયો છે કે…’ ટેક્સાસમાં ભારતીય મેટેલ મેનેજરની હત્યા બાબતે ટ્રમ્પે શું કહ્યું?
Top Newsઇન્ટરનેશનલ

‘હવે સમય આવી ગયો છે કે…’ ટેક્સાસમાં ભારતીય મેટેલ મેનેજરની હત્યા બાબતે ટ્રમ્પે શું કહ્યું?

ડલ્લાસ: ગયા અઠવાડિયે યુએસના ટેક્સાસના ડલ્લાસમાં ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્ર મૌલી નાગમલ્લાહની ઘાતકી હત્યા કરવામાં (Indian origin killed in Dallas) આવી હતી.

સામાન્ય બાબતમાં થયેલા વિવાદમાં મોટેલના કર્મચારીએ ચંદ્ર મૌલીનું ગાળું કાપીને હત્યા કરી હતી, ત્યાર બાદ માથાને લાત મારી ડસ્ટબિનમાં ફેંકી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. હેવાનિયતભર્યા કૃત્યની યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)એ નિંદા કરી છે.

કર્ણાટક મૂળના ચંદ્ર મૌલીની હત્યારો ક્યુબાથી આવેલો ગેરકાયદે ઇમિગ્રન્ટ યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝ નામનો શખ્સ છે, જેની ધરપકડ કરવામાં આવી છે.

યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું, “મેક અમેરિકા સેફ અગેઇન” (Make America safe again). તેમણે લખ્યું કે તેમનું વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે.

હત્યા માટે બાઈડેન જવાબદાર!
સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, “ટેક્સાસના ડલ્લાસમાં ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા અંગેના ભયાનક અહેવાલ મને જાણવા મળ્યા. ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ દ્વારા ચંદ્રની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાથી માથું કાપી નાખવામાં આવ્યું હતું, આવા માણસોનું આપણા દેશમાં કોઈ સ્થાન નથી.”

ટ્રમ્પે એમ પણ જણાવ્યું વધુમાં નોંધ્યું કે ભયંકર ગુનાઓ માટે આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ અસક્ષમ જો બાઈડેનન સાશન હેઠળ તેને છોડી મુકવામાં આવ્યો હતો, કારણ કે ક્યુબા તેમના દેશમાં આવા દુષ્ટ શખ્સને નથી રાખવા ઇચ્છતું.

ટ્રમ્પે કહ્યું કે આવા શખ્સને આપણા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવવા બદલ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ, એટર્ની જનરલ પામ બોન્ડી અને બોર્ડર ઝાર ટોમ હોમન સહિત તેમના વહીવટીતંત્રના અધિકારીઓના વખાણ કર્યા.

અહેવાલ મુજબ આરોપી કોબોસ-માર્ટિનેઝ હાલ કસ્ટડીમાં છે. અગાઉ વાહન ચોરી, હુમલો કરવો, બાળ જાતીય શોષણ જેવા ગુનાઓ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા પણ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો પરંતુ ક્યુબાએ તેને પરત લેવાનો ઇનકાર કર્યો હતો.

ત્યાર બાદ આ વર્ષની શરૂઆતમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. ગત બુધવારે તેણે આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો. આરોપીને છોડી મુકવા બદલ હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓએ બાઈડેન વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું છે.

આ પણ વાંચો…યુએસમાં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂરતાપૂર્વક હત્યા; માથું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button