ટ્રમ્પે 70 દેશો પર ટેરીફ ઝીંક્યો: ભારત 25% તો પાકિસ્તાન પર કેટલો? જુઓ લીસ્ટ...

ટ્રમ્પે 70 દેશો પર ટેરીફ ઝીંક્યો: ભારત 25% તો પાકિસ્તાન પર કેટલો? જુઓ લીસ્ટ…

વોશિંગ્ટન ડીસી: 1લી ઓગસ્ટ પહેલા યુનાઈડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહીત દુનિયાના 70થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરીફ લગાવીને ખળભળાટ (Donald Trump imposed tariff on 70 countries) મચાવી દીધો છે. ટ્રમ્પે ગઈ કાલે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં, જેમાં વિવિધ દેશોથી યુએસમાં આયાત થતી પેદાશો પર 10% થી 41% સુધીનો રેસિપ્રોકલ ટેરીફ લગાવવાંમાં આવ્યો છે, આ ઓર્ડર 7 ઓગસ્ટથી લાગુ થશે.

નોંધનીય છે કે ભારતના રાજકરણમાં હાલ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલો ટેરીફ અને તેમણે ભારતના અર્થતંત્ર અંગે કરેલી ટિપ્પણીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે ભારત સરકાર યુએસ સાથે ટ્રેડ ડીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. વિપક્ષનો આરોપ છે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દોસ્તી કામ કેમ ના લાગી. હવે ટ્રમ્પે સાઈન કરેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં ભારત પર 25 ટકા ટેરીફ લાગવા પુષ્ટિ થઇ છે, જેને કારણે ભારતની નિકાસને મોટો ફટકો પડી શકે છે.

70 દેશો અને ફોરેન ટેરીટરીમાંથી અમેરિકામાં આયાત થતી પેદાશો પર 10% થી 41% સુધીનો રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પના નવા આદેશમાં જેનો સમાવેશ નથી એ દેશો પર 10% ના ડિફોલ્ટ ટેરિફ દર લાગુ થશે.

પાકિસ્તાન પર ભારત કરતા ઓછો ટેરીફ:
નોંધનીય છે કે ગઈ કાલે ટ્રમ્પે પાકિસ્તાન સાથે યુએસની ઓઈલ ડીલની પણ જાહેરાત કરી હતી હવે ટેરીફમાં પણ પાકિસ્તાનને થોડી રાહત આપવામાં આવી છે. ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફ લગાવ્યો છે, તો પાકિસ્તાન પર 19 ટકા ટેરીફ લગાવવામાં આવ્યો છે. જે બતાવે છે કે ટ્રમ્પના પાકિસ્તાન સાથે સંબંધો વધુ ગાઢ થઇ રહ્યા છે.

ટેરીફનો હથિયાર તરીકે ઉપયોગ:
નવા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં મુજબ કેનેડા પર ટેરિફ 25% થી વધારીને 35% કરવામાં આયો છે. અન્ય દેશો પર ટેરીફ 7 ઓગસ્ટથી લાગી થવાનો છે, જ્યારે કેનેડા પર આ ટેરીફ 1 લી ઓગસ્ટથી જ લાગુ થઇ જશે.

વિવિધ દેશોને પોતાની શરતો મુજબ ટ્રેડ ડીલ માટે મજબુર કરવા ટ્રમ્પ ટેરીફનો હથીયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અન્ય એક જાહેરાતમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ મેક્સિકો સાથે વેપાર વાટાઘાટોને વધુ 90 દિવસ સુધી લંબાવશે. મોટાભાગના દેશો સાથે યુએસની ટ્રેડ ડીલ વિષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અહેવાલ મુજબ કેટલાક દેશો સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ છે, જો કે તેની વિગતો હજુ જાહેર થઇ નથી. જ્યારે વિશ્વભરમાં કંપનીઓ અને ઉત્પાદકો ટેરીફની અસરને પહોંચી વળવા તૈયારીઓ કરી રહ્યા છે.

પણ વાંચો…રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’

ટ્રમ્પના નવા આદેશ મુજબ ક્યા દેશ પર કેટલો ટેરીફ લાગશે:

ભારત – 25%
અફઘાનિસ્તાન – 15%
અલ્જેરિયા – 30%
અંગોલા – 15%
બાંગ્લાદેશ – 20%
બોલિવિયા – 15%
બોસ્નિયા અને હર્ઝેગોવિના – 30%
બોત્સ્વાના – 15%
બ્રાઝિલ – 10%
બ્રુનેઈ – 25%
કંબોડિયા – 19%
કેમરૂન – 15%
ચાડ – 15%
કોસ્ટા રિકા – 15%
કોટ ડી’આઇવોર – 15%
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો – 15%
એક્વાડોર – 15%
ઇક્વેટોરિયલ ગિની – 15%
યુરોપિયન યુનિયન: કોલમ 1 ડ્યુટી સાથેના પેદાશો > 15% – 0%
યુરોપિયન યુનિયન: કોલમ 1 ડ્યુટી સાથેના પેદાશો < 15% – 15% માઈનસ કૉલમ 1 ડ્યુટી રેટ
ફોકલેન્ડ ટાપુઓ – 10%
ફિજી – 15%
ઘાના – 15%
ગયાના – 15%
આઇસલેન્ડ – 15%
ઇન્ડોનેશિયા – 19%
ઇરાક – 35%
ઇઝરાયેલ – 15%
જાપાન – 15%
જોર્ડન – 15%
કઝાકિસ્તાન – 25%
લાઓસ – 40%
લેસોથો – 15%
લિબિયા – 30%
લિક્ટેંસ્ટાઇન – 15%
માડાગાસ્કર – 15%
માલાવી – 15%
મલેશિયા – 19%
મોરેશિયસ – 15%
મોલ્ડોવા – 25%
મોઝામ્બિક – 15%
મ્યાનમાર (બર્મા) – 40%
નામિબિયા – 15%
નાઉરુ – 15%
ન્યુઝીલેન્ડ – 15%
નિકારાગુઆ – 18%
નાઇજીરીયા – 15%
નોર્થ મેસેડોનિયા – 15%
નોર્વે – ૧૫%
પાકિસ્તાન -19%
પાપુઆ ન્યુ ગિની – 15%
ફિલિપાઇન્સ – 19%
સર્બિયા – 25%
દક્ષિણ આફ્રિકા – 30%
દક્ષિણ કોરિયા – 15%
શ્રીલંકા – 20%
સ્વિટ્ઝર્લૅન્ડ – 39%
સીરિયા – 41%
તાઇવાન – 20%
થાઇલેન્ડ – 19%
ત્રિનિદાદ અને ટોબેગો – 15%
ટ્યુનિશિયા – 25%
તુર્કી – 15%
યુગાન્ડા – 15%
યુનાઇટેડ કિંગડમ – 10%
વનુઆતુ – 15%
વેનેઝુએલા -15%
વિયેતનામ – 20%
ઝામ્બિયા – 15%
ઝિમ્બાબ્વે – 15%

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button