ચીને સાથે એક કરાર કર્યો બાદ હવે ભારત સાથે મોટો વેપાર સોદા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું એલાન

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાની નીતિ ક્યારેય કોઈને સમજમાં આવે તેવી હોતી નથી. કારણે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જેની એક વખત ધમકી આપતા હોય તેની સાથે ફરી પાછો વેપાર પણ શરૂ કરી દે છે. અમેરિકા અને ચીનના સંબંધો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખરાબ ચાલી રહ્યાં છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે કહ્યું તેમણે ગુરૂવારે અમેરિકાએ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એટલું જ નહીં પરંતુ ભારત સાથે પણ એક મોટો કરાર કરવામાં આવશે તેવો ઇશારો કર્યો હતો. થોડી સમય પહેલા જ અમેરિકાની દરેક મોબાઈલ કંપનીને ભારતમાં પોતાના વસ્તુઓ ના બનાવવાની ધમકી આપી હતી અને હવે ભારત સાથે કરાર કરવાની વાત ડ્રમ્પે કરી છે.
અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
પોતાના ભાષણમાં વેપાર સોદાઓ તરફ ઈશારો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, દરેક વ્યક્તિ એક સોદો કરવા માંગે છે અને તેનો ભાગ બનવા માંગે છે. યાદ રાખો કે થોડા મહિના પહેલા, પ્રેસ કહી રહ્યું હતું, ‘શું ખરેખર કોઈ આમાં રસ ધરાવે છે?’ ખેર અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે અત્યારે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. અમે બીજો એક કરાર કરવા જઈ રહ્યા છીએ, કદાચ ભારત સાથે, જે ખૂબ મોટો કરાર હશે’. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પની વાતો પર વિશ્વાસ કરવો કે નહીં.
અમે ભારત માટે દરવાજા ખોલી રહ્યાં છીએઃ અમેરિકી રાષ્ટ્રપતિ
આ દરમિયાન કરાર વિશે વાત કરતા ટ્રમે કહ્યું કે, ‘દરેક દેશ સાથે કરાર કરવામાં નથી આવે! દરેક સાથે કરાર કરવામાં નથી આવી રહ્યાં. કેટલાક લોકોને અમે ફક્ત એક પત્ર મોકલીશું અને ખૂબ ખૂબ આભાર કહીશું. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. તે કરવાનો આ સરળ રસ્તો છે અને મારા લોકો તે રીતે કરવા માંગતા નથી. તેઓ કેટલાક સોદા કરવા માંગે છે, પરંતુ તેઓ મારા કરતા વધુ સોદા કરવા માંગે છે’ વધુમાં ભારત સાથે કોઈ મોટા કરારની વાત પર ઈશારો કર્યો છે. કહ્યું કે, અમારે દરેક દેશો સાથે સારા સંબંધો છે. એટલે અમે ભારત માટે દરવાજા ખોલી રહ્યાં છીએ. જો કે ભારત સાથે કયો કરાર કરવામાં આવશે તેના પર ખુલીને વાત નથી કરી!
આ પણ વાંચો…યુદ્ધવિરામને લઈને પુતિને કર્યો હતો ટ્રમ્પને ફોન, વાતચીતમાં શું થયું? ટ્રમ્પે કર્યો ખુલાસો