Top Newsઇન્ટરનેશનલ

ધનગઢીથી કાઠમંડુ જતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં…

ધનગઢીઃ ધનગઢીથી કાઠમંડુ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ફ્લાઇટ નંબર 222 વિમાનમાં કુલ 82 મુસાફરો સવાર હતા. આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ ભૈરહવામાં ગૌતમ બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરાવવામાં આવ્યું હતું. કોઈ ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો પણ સ્વસ્થ્ય હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું.

ફ્લાઇટ નંબર 222માં આવી ટેકનિકલ ખામી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વિમાને સવારે 10 વાગ્યે ધનગઢીથી ટેક ઓર કર્યું અને કાઠમંડુ જઈ રહ્યું હતું. આ મામલે વિગતો આપતા ગૌતમ બુદ્ધ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સૂચના અધિકારી વિનોદ સિંહ રાઉતે જણાવ્યું કે,વિમાને સવારે લગભગ 10 વાગ્યે ધનગઢીથી ઉડાન ભરી અને પાયલોટે હાઇડ્રોલિક્સમાં સમસ્યાની જાણ કરી હતી. જેથી વિમાનનું સત્વરે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. શ્રી એરલાઇન્સની ફ્લાઇટ 222માં આ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

ઇમરજન્સી લેન્ડિંગ બાદ પણ વિમાન રન-વે પર જ હતું

વધુમાં અધિકારીએ જણાવ્યું કે, ઇમરનજન્સી લેન્ડિંગ બાદ પણ વિમાન એરપોર્ટના રન-વે પર જ હતું. જેના કારણે આશરે 40 મિનિટ સુધી એરપોર્ટને બંધ રાખવાની ફરજ પડી હતી. બપોરે 12:30 વાગ્યાની આસપાસ હાઇડ્રોલિક્સ સમસ્યા ઉકેલાઈ ગઈ હતી. વિમાનમાં સવાર 82 મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યાં હતાં. તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી એરપોર્ટ ઓથોરિટીએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્યારે તે વિમાનને ટેકનિકલ તપાસ માટે મોકલી દેવામાં આવ્યું હતું.

પહેલા વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે

મળતી વિગતો પ્રમાણે એરલાઈન કંપનીના એન્જિનિયરો અને ટેકનિશિયનો દ્વારા પહેલા વિમાનનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવશે, ત્યાર બાદ વિમાનને ફરી ઉડાન ભરવા માટે મોકલવામાં આવશે. મુસાફરો અને ક્રૂને કાઠમંડુ પાછા લાવવા માટે બીજી ફ્લાઇટ ભૈરહવા ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાનને રનવે પરથી દૂર કર્યા પછી અને વિમાને ઉડાન ભર્યા પછી એરપોર્ટ ફરી ખોલી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, એરપોર્ટ ઓથોરિટીને આવ્યો મેઈલ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button