ઇન્ટરનેશનલ

અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટીમાં હિંદુ ધર્મ મુદ્દે વિવાદ! અભ્યાસક્રમમાં છાપી છે નફરતની વાતો…

હ્યુસ્ટન યુનિવર્સિટી, અમેરિકાઃ અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટી (University of Houston, USA)માં અભ્યાસક્રમને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદ અત્યારે વધુ ઉગ્ર બન્યો છે. આ અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે ભારતીય મૂળના એક અમેરિકન વિદ્યાર્થીએ આ અભ્યાસક્રમ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીએ આ અભ્યાસક્રમનો વિરોધ મુદ્દે યુનિવર્સિટીએ કહ્યું છે કે તે વિદ્યાર્થી વસંત ભટ્ટ (Vasant Bhatt) દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરી રહી છે.

યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને ખરાબ રીતે વ્યક્ત કર્યો

અભ્યાસક્રમનો ઉલ્લેખ કરતા વિદ્યાર્થીએ કહ્યું કે, આ અભ્યાસક્રમમાં હિન્દુત્વને ઇસ્લામ વિરુદ્ધ ઉપયોગમાં લેવા માટેના હથિયાર તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વસંત ભટ્ટ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનના વિદ્યાર્થી છે. તેમણે કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ એન્ડ સોશિયલ સાયન્સના ડીન સમક્ષ ફરિયાદ નોંધાવી છે. હ્યુસ્ટન યુનિવર્સિટીનો “લિવ્ડ હિન્દુ રિલિજિયન” અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ઉપલબ્ધ છે, જેમાં પ્રોફેસર એરોન માઈકલ ઉલેરી દ્વારા સાપ્તાહિક વીડિયો લેક્ચર આપવામાં આવે છે. આ વીડિયો લેક્ચરમાં હિંદુ ધર્મને ખરાબ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે, જેને લઈને વસંત ભટ્ટે અભ્યાક્રમ અંગે વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…

હ્યુસ્ટન યુનિવર્સિટીએ આ અભ્સાસક્રમ માટે સંદર્ભ ક્યાંથી લીધો?

વસંત ભટ્ટે આ અભ્યાસક્રમ અંગે કહ્યું કે, આ અભ્યાસક્રમમાં લખવામાં આવ્યું છે કે, ‘હિન્દુત્વ અથવા હિંદુ ધર્મ એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુ રાષ્ટ્રવાદીઓ તેમના ધર્મનું વર્ણન કરવા અને અન્ય લોકો, ખાસ કરીને ઇસ્લામને બદનામ કરવા માટે કરે છે. આ લોકો માને છે કે હિંદુ ધર્મ ભારતનો સત્તાવાર ધર્મ હોવો જોઈએ.’ પ્રશ્ન એ પણ થાય છે કે, હ્યુસ્ટન યુનિવર્સિટીએ પોતાનો અભ્યાસક્રમ કયા ગ્રંથોને આધારે લખ્યો છે? હિંદુ ધર્મ કે હિન્દુત્વ ઇસ્લામને બદનામ કરવા માટે છે એવું કયા લખેલું છે? કે જેનો સંદર્ભ લઈને હ્યુસ્ટન યુનિવર્સિટીએ પોતાનો અભ્સાસક્રમ બનાવ્યો છે?

આ પણ વાંચો: PoK પાકિસ્તાને ખાલી કરવું જ પડશે, UNમાં ભારતે બતાવી લાલ આંખ

હ્યુસ્ટન યુનિવર્સિટીએ હિંદુ ધર્મને રાજકીય સાધન ગણાવ્યું!

એટલું જ નહીં પરંતુ વીડિયો લેક્ચરમાં પ્રોફેસર એરોન માઈકલ ઉલેરીએ કહ્યું કે, હિંદુ ધર્મ કોઈ પ્રાચીન અને જીવંત ધર્મ નથી પણ એક રાજકીય સાધન છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવે છે. આ લઘુમતીઓ સામે દમનની વ્યવસ્થા છે. મળતી વિગતો પ્રમાણે ભટ્ટે આના પુરાવા પણ આપ્યા હતા જેમાં અભ્યાસક્રમમાં જણાવાયું હતું કે, ‘હિંદુ શબ્દ આધુનિક છે અને શાસ્ત્રોમાં જોવા મળતો નથી.’ વસંતના આ વિરોધ અંગે હ્યુસ્ટન યુનિવર્સિટીએ સમીક્ષા કરવાની વાત કરી છે. હવે જોવાનું એ રહે છે કે, આમાં હ્યુસ્ટન યુનિવર્સિટી દ્વારા કેવો જવાબ આપવામાં આવે છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button