ચીનના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટે પશ્ચિમ દેશોની ગુપ્તચર એજન્સી ઊંઘ હરામ કરી, જાણો કઈ રીતે?
બીજિંગ: ચીનની વધતી તાકાત અને તેની જાસૂસી ગતિવિધિઓથી સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ રહી છે. જોકે ચીનની આ જાસૂસી પ્રવૃત્તિઓ માત્ર જાસૂસી કે દેખરેખ પૂરતી જ નથી પરંતુ તેના છેડા વિશ્વમાં ચીનની તાકાત, તેની થઈ રહેલી ચર્ચાઓ અને તેના પ્રોપગન્ડા નિયંત્રિત કરવા સુધી વિસ્તરેલા છે. ચીનની આ તાકાત છે યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટ (UFWD) જેને તેના સ્થાપક માઓ ઝેડોંગે આઠ દાયકા પહેલા ચીનના ‘જાદુઈશસ્ત્ર’ ગણાવ્યું હતું. હવે ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ હવે આ જાદુઈ હથિયારનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી
પશ્ચિમી દેશોમાં ચીનના યુનાઈટેડ ફ્રન્ટ વર્ક ડિપાર્ટમેન્ટના મુદ્દે હોબાળો મચતો આવ્યો છે, જેમાં ખાસ કરીને ચીનની વધતી જતી સૈન્ય ક્ષમતાઓ અને ગુપ્તચર વ્યવસ્થાને લઈને આ વિવાદ ચાલતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ તાજેતરમાં જ બ્રિટિશ શાહી પરિવારના સભ્ય પ્રિન્સ એન્ડ્ર્યુ સાથે કથિત ચીની જાસૂસના ગાઢ સંબંધો અંગે ઘટસ્ફોટ કર્યો છે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે પ્રિન્સ એન્ડ્ર્યુએ ચીની જાસૂસને એકસમયે ચીની રોકાણકારો સાથે વાટાઘાટો કરવા માટે તેમના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યો હતો.
પ્રિન્સ એન્ડ્ર્યુના સલાહકારનો મેસેજ
જોકે આ વિવાદમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ચીની જાસૂસ પાસેથી જપ્ત કરાયેલી ડિવાઇસમાં પ્રિન્સ એન્ડ્ર્યુના સલાહકારનો મેસેજ પણ મળી આવ્યો છે. તેમાં લખ્યું હતું, “તમારા માર્ગદર્શનથી અમે પકડાયા વિના વિન્ડસર એટલે કે શાહી પરિવારના ઘરમાં અને બહાર સંબંધિત લોકો સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો છે.” આ ઘટનાએ વિશ્વભરની સુરક્ષા એજન્સીને એલર્ટ કરી છે કે કઈ રીતે ચીનનો એક કથિત જાસૂસ શાહી પરિવાર સુધી પહોંચવામાં સફળ થયો છે.
શું કરે છે યુનાઈટેડ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટ?
ચીનનો આ વિભાગ યુનાઈટેડ ફ્રન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં દાયકાઓ સુધી ચાલેલા ગૃહયુદ્ધમાં કમ્યુનિસ્ટ પાર્ટીની જીતમાં આ સંયુક્ત મોરચાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નિષ્ણાતોના મતે, શી જિનપિંગે યુનાઈટેડ ફ્રન્ટને ફરી એ જ રીતે તૈયાર કરી રહ્યા છે જે રીતે તે માઓના સમયમાં કામ કરતું હતું.
તેથી યુનાઇટેડ ફ્રન્ટ દ્વારા જિનપિંગ ચીનના ફાયદા માટે તમામ સામાજિક શક્તિઓને એક કરવા માટે કામ કરી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે ચીનની બાકીની ગુપ્તચર તંત્રની જેમ UFWDનું સ્વરૂપ ઘણું અલગ છે અને તેને પોતાની સાઇટ પણ છે. જો કે, તેના કાર્યનું ક્ષેત્ર અને તેની પહોંચ વિશે ઘણી અસ્પષ્ટતાઓ છે.
જિનપિંગ UFWDનો ઉપયોગ કઈ રીતે કરે છે?
એક અહેવાલ અનુસાર UFWDની મોટા ભાગની પ્રવૃત્તિઓ સ્થાનિક સ્તરે છે. જો કે તેની કેટલીક પ્રવૃત્તિઓમાં વિદેશમાં ચીનના લોકો સાથે સંપર્ક જાળવી રાખવા અને સમયાંતરે કામ માટે તેમનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ભારત -ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો, કૈલાશ-માન સરોવર યાત્રા ફરીથી શરૂ થશે
એટલું જ નહીં, આ સંસ્થા વિશ્વભરમાં ચીન વિશેની ચર્ચાઓને પ્રભાવિત કરવા અને સંવેદનશીલ મુદ્દાઓ પર દૃષ્ટિકોણ નક્કી કરવાનું પણ કામ કરે છે. આ સિવાય યુનાઈટેડ ફ્રન્ટનું એક મોટું કામ વિદેશી મીડિયામાં ચીન વિશેના દૃષ્ટિકોણને આકાર આપવાનું પણ છે. આ સંસ્થા તેના સંપર્કો દ્વારા વિદેશમાં ચીન સરકારના ટીકાકારોને નિશાન બનાવે છે અને તેના પ્રચારમાં ચીનના મોટા અને પ્રભાવશાળી ચહેરાઓને પણ સામેલ કરે છે.