ઇન્ટરનેશનલનેશનલ

ચીને પાકિસ્તાન સાથે મળી રાફેલ વિરુદ્ધ ફેલાવ્યું જુઠ્ઠાણુંઃ ફ્રાન્સે કર્યો પર્દાફાશ

પેરિસ/નવી દિલ્હીઃ ચીન ભારત સાથે ખૂબ જ ખરાબ રમત રમી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે પણ ચીને પાકિસ્તાનને સાથ આપવાની વાત કરી હતી. ઓપરેશન સિંદૂર પછી ફરી એકવાર ચીને પોતાનો અસલી રંગ બતાવ્યો છે.

ફ્રાન્સના એક રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ચીને રાફેલ ફાઇટર જેટના વેચાણને નબળું પાડવા માટે ઘણા દેશોમાં તેના દૂતાવાસોનો ઉપયોગ કરીને એક મોટું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.

આ સમયગાળા દરમિયાન, ચીને તેના દૂતાવાસો દ્વારા પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના રાફેલ જેટ ગુમાવવાનું જૂઠાણું એવા દેશો સુધી ફેલાવ્યું હતું, જેણે ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટના સોદા કર્યા હતા અથવા ખરીદવામાં રસ ધરાવતા હતા.

આપણ વાંચો:

બિઝનેસ વધારવા ચીને જુઠ્ઠાણાનો આશરો લીધો

ભારત મજબૂત બને તેવું ચીન ઈચ્છતું નથી, કારણ કે ભારતની પ્રગતિ જોઈને ચીનને ઈર્ષા થઈ રહી છે. જેથી આવા જુઠ્ઠાણા ફેલાવવા પાછળ ચીનનો હેતુ અન્ય દેશોને તેના ફાઇટર જેટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ફ્રાન્સના ફાઈટર જેટ જે દેશના લોકો ખરીદી રહ્યાં છે, અથવા તો ખરીદવાનો વિચાર કરી રહ્યાં છે, જે લોકોમાં ડર પેદા કરવામાં માંગે છે.

આ જેટ લડાઈ માટે નબળા છે. સ્વાભાવિક છે કે, જો આવું થયા તો એ દેશો ચીનને જેટ ખરીદવા માટે તૈયાર થશે અને પછી ચીને એ દેશો સાથે મરજી મુજબનો કરાર કરીને ભારત વિરોધી બનાવી શકે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને સપોર્ટ કરવાનું પણ આ જ કારણ હતું.

આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારતની મોટી તૈયારી: દુશ્મનો પર નજર રાખવા બાવન સેટેલાઇટ લોન્ચ કરશે!

ચીને પણ રાફેલ વિશે ખોટી અફવા ફેલાવી

ફ્રાન્સના ગુપ્તચર અહેવાલ મુજબ, ચીનના વિદેશી દૂતાવાસોના સંરક્ષણ અધિકારીઓએ રાફેલના વેચાણને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દેશોએ રાફેલ માટે ફ્રાન્સ સાથે કરાર કર્યો છે તેવા દેશોનું મનોબળ તોડવાનો પ્રયાસ ચીન કરી રહ્યું છે.

આ રિપોર્ટ્સ દ્વારા ચીનની શું ઈરાદા છે તેની જાણ થઈ શકી છે. ચીને પોતાને શ્રેષ્ઠ દેખાડવા માટે કેટલી હદ સુધી જઈ છે, તે આ રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી

ભારતનું એક પણ વિમાન તૂટ્યું નથી

ઓપરેશન સિંદૂર વખતે ચીને આ જુઠ્ઠાણું ફેલાવવા માટે પાકિસ્તાનનો પણ સહારો લીધો હતો. ચીને કહેવાથી પાકિસ્તાને એવો દાવો કર્યો હતો તેણે ભારતના પાંચ લડાકુ વિમાન ઠાર કર્યાં હતા.

જેમાંથી ત્રણ રાફેલ હતા. વાસ્તવમાં પાકિસ્તાને ભારતનું એક પણ લડાકુ વિમાન તોડવામાં આવ્યું નહોતું. આ માત્ર ચીનની એક ચાલ છે. ફ્રાન્સના અધિકારીઓએ એવો દાવો પણ કર્યો છે કે, ચીનના આ જૂઠના કારણે કેટલાક દેશો રાફેલ પર સવાલ કરી રહ્યાં છે.

આપણ વાંચો: ભારતીય સેનાનું મોટું નિવેદન, ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાન સહિત ત્રણ દેશોને એક સાથે હરાવ્યા

પાકિસ્તાને એઆઈ દ્વારા ઊભું કર્યું તર્કટ

ભારતના લડાકુ વિમાનને ઠાર કર્યા હોવાની જે તસવીરો પાકિસ્તાને બતાવી હતી તે ખોટી અને એઆઈ દ્વારા બનાવેલી તસવીરો હોવાનું પણ ફ્રાન્સના ખાનગી રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરંતુ સંઘર્ષ દરમિયાન 1,000થી વધુ નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં ચીની ટેકનોલોજીને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાફેલને ઈરાદાપૂર્વક નિશાન બન્વાયાનો દાવો

આ અહેવાલ સામે આવ્યા પછી બીજિંગના સંરક્ષણ મંત્રાલયે આરોપોને પાયાવિહોણી અફવાઓ અને નિંદા ગણાવ્યા છે. વધુમાં કહ્યું કે, ચીન હંમેશા લશ્કરી નિકાસમાં જવાબદાર અને સાવધ વલણ અપનાવે છે.

તો સામે ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, રાફેલને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું કારણ કે તે માત્ર ઉચ્ચ-પ્રદર્શન વિમાન નથી, પરંતુ તે ફ્રાન્સની વ્યૂહાત્મક સ્વાયત્તતા ઔદ્યોગિક વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું પ્રતીક પણ છે. મૂળ વાત એ છે કે બન્ને દેશો એવા દાવો કરી રહ્યાં છે કે, અમારા લડાકુ વિમાન સારા અને વિકસિત છે.

ડેસોલ્ટ એવિએશનએ ભારતને રાફેલ ફાઈટર જેટ વેચ્યાં

ભારતની વાત કરવામાં આવે તો ભારત ચીને કરતા ફ્રાન્સ પર વધારે વિશ્વાસ કરે છે. રાફેલના વેચાણની વાત કરવામાં આવે તો, ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપનીએ 533 રાફેલ લડાકુ ફાઈટર જેટ વેચ્યાં છે, જેમાંથી 323 જેટ મિસ્ર, ભારત, કતાર, ગ્રીસ, ક્રોએશિયા, યુએઈ, સર્બિયા અને ઈન્ડોનેશિયાને આપ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button