ઇન્ટરનેશનલ

ચીને સુપર એરક્રાફ્ટ કેરિયર દરિયામાં ઉતાર્યું, દરિયામાં દબદબો વધશે, અમેરિકાને આપશે ટક્કર!

બીજિંગ: ચીન સૈન્ય તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. ચીન સેના, નૌકાદળ અને વાયુસેનાને સતત આધુનિક બનાવી સુપરપાવર અમેરિકાને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. એવામાં ચીનએ તેનું પહેલું સુપર કેરિયર સમુદ્રમાં ઉતાર્યું છે. આ ચીનનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર છે, જેને સંપૂર્ણપણે ચીનમાં બનવવામાં આવ્યું છે. જે અમેરિકાની બહાર બનાવવામાં આવેલું આ સૌથી અદ્યતન એરક્રાફ્ટ કેરિયર છે. આ સુપર કેરિયરનું નામ ફુજિઆન છે, જેનું નામ ચીનના પ્રાંત ફુજિઆન પરથી રાખવામાં આવ્યું છે.

ફુજિયન સુપરકેરિયર ટાઇપ-03 એરક્રાફ્ટ કેરિયર છે. જેનું વોટર ડિસ્પ્લેસમેન્ટ 71,875 ટન છે. 316 મીટર લાંબા યુદ્ધ જહાજનો બીમ 249 ફૂટ ઉંચો છે. આ ચીનનું પ્રથમ કેટોબાર એરક્રાફ્ટ કેરિયર છે. કેટોબારનો અર્થ છે કે તેના ફાઇટર જેટ્સ ગિલોલ જેવા તારની મદદથી ટેક ઓફ કરશે અને લેન્ડ કરી શકે છે.

નિષ્ણાંતોના મત મુજબ આ ચીનનું સૌથી આધુનિક અને ખતરનાક એરક્રાફ્ટ કેરિયર છે. જેના પર ફાઈટર જેટના ટેકઓફ અને લેન્ડિંગ માટે દરેક ત્રણ નાના રનવે બનાવવામાં આવ્યા છે. તાજેતરની એક સેટેલાઈટ ઈમેજમાં એરક્રાફ્ટ કેરિયર તંબુ જેવા સ્ટ્રક્ચરથી ઢંકાયેલું જોવા મળે છે. આ એરક્રાફ્ટ કેરિયરને શાંઘાઈ નજીક ઉત્તર-પૂર્વમાં સ્થિત જિઆંગનાન શિપયાર્ડમાં 2018 થી બનાવવામાં આવી રહ્યું હતું.

એક અહેવાલ મુજબ આ યુદ્ધ જહાજ HQ-10 શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ અને 30 mm H/PJ-11 ઓટોકેનનથી સજ્જ હશે. તેની રડાર સિસ્ટમ પણ એડવાન્સ છે, જે મિસાઇલો અને ફાઇટર જેટને દુરથી ટ્રેક કરી શકે છે. ટાર્ગેટ્સને લોક પણ કરી શકે છે.

અહેવાલ મુજબ ચીન તેના J-15B ફાઈટર જેટને એરક્રાફ્ટ કેરિયર પર તૈનાત કરશે. આ સિવાય નેક્સ્ટ જનરેશન ફાઈટર J-35 પણ તૈનાત કરવામાં આવશે. જરૂર પડ્યે J-15D ઈલેક્ટ્રોનિક વોરફેર ફાઈટર જેટ પણ તૈનાત કરવામાં આવશે. ચીન આ યુદ્ધ જહાજ પર KJ-600 AEWC એરક્રાફ્ટ પણ તૈનાત કરશે, જેથી તે દરિયામાં જાસૂસી કરી શકે. ફુજિયા એરક્રાફ્ટ કેરિયર પર Z-8/18 યુટિલિટી અને ASW હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત નવા Z-20 મીડિયમ હેલિકોપ્ટરને પણ તૈનાત કરવામાં આવશે.

ચીનના આ એરક્રાફ્ટ કેરિયરને ચીનની સેનાના આધુનિકીકરણનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. તેને બનાવવા પાછળ ચીનનો ઉદ્દેશ્ય એશિયન દરિયાઈ ક્ષેત્રમાં પોતાનો દબદબો વધારવાનો છે. ચીન આસપાસના દરિયાઈ વિસ્તારોના છ દેશોનો દાવો કરી રહ્યું છે. વ્યૂહાત્મક રીતે આ દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરિયાઈ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં તેલ અને ગેસના ભંડાર છે.

યુદ્ધ જહાજોની સંખ્યાના સંદર્ભમાં ચીન પાસે વિશ્વની સૌથી મોટી નેવી છે. જો કે ક્ષમતાના મામલામાં ચીનની નેવી યુએસ નેવીથી પાછળ છે. પરંતુ જ્યારે એરક્રાફ્ટ કેરિયર્સની સંખ્યાની વાત આવે છે, ત્યારે યુએસ નેવી વિશ્વમાં પહેલા ક્રમ પર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…