ચીનના રહેવાસી બિલ્ડિંગમાં ભીષણ આગ: 12 લોકોના મોત, તપાસ શરૂ

શાંતોઉઃ ચીનના દક્ષિણ ભાગના એક રહેવાસી બિલ્ડિંગમાં ભયાનક આગમાં મોટી જાનહાનિના સમાચાર છે. આ ભીષણ આગમાં 12થી વધારે લોકોના મોત થયાં હોવાનું સત્તાવાર જણાવાયું છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા શાંતોઉમાં ચાર માળની એક ઇમારતમાં આગ લાગી હતી. ચીનના સરકારી મીડિયા દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. આગ લાગ્યાનો કોલ મળતાની સાથે સ્થાનિક ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતીં. આગ ચાર માળની એક બિલ્ડિંગમાં આગ હોવાના કારણે લોકોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો.
ચાઓનન જિલ્લા અગ્નિશામક અને બચાવ ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગના કારણે બિલ્ડિંગના મોટા ભાગના વિસ્તારને ભારે નુકસાન થયું છે. વધારે ભાગ આગના કારણે પ્રભાવિત થયો હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી હતી. બિલ્ડિંગમાં શાના કારણે આગ લાગી? તેની તપાસ કરવામાં આવી રહી છે.
12 લોકોની મોતની પુષ્ટિ કરવામાં આવી
ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે પહેલા આગ શા કારણે આગ લાગી તેની તપાસ કરવામાં આવશે અને બાદમાં અહીંના કામને વ્યવસ્થિત કરવામાં આવશે. પ્રાથમિક અહેવાલમાં આઠ લોકોના મોત થયાં હતાં, જ્યારે 4 લોકો ઘાયલ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, સરકારી મીડિયા દ્વારા 12 લોકોની મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેના કારણે ચર્ચા વધી રહી છે. જો કે, બિલ્ડિંગમાં આગ કેવી રીતે લાગી તેના વિશે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
હોંગકોંગમાં લાગેલી આગમાં 160ના મોત થયાં હતા
આ પહેલા પણ હોંગકોંગમાં એક ભીષણ આગ લાગી હતી. અહીં એક રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં કુલ મળીને 160તી વધારે લોકો ભડથું થયાં હતાં. ગયા મહિને હોંગકોંગમાં લાગેલી આગ બાદ ચીને બહુમાળી ઇમારતોમાં આગના જોખમો સામે ઝુંબેશ શરૂ કરી હતી. તેમ છતાં પણ માત્ર ચાર માળની ઇમારતમાં આગ લાગી તેમાં 12 લોકોના મોત થયાં છે. આજે લાગેલી આગમાં મોતનો આંકડો વધશે કે કેમ તે પણ અત્યારે એક પ્રશ્ન છે.
આપણ વાંચો: અમેરિકાના ફ્લોરિડામાં હાઇવે પર ક્રેશ લેન્ડિંગ દરમિયાન કાર સાથે અથડાયું વિમાન, જૂઓ વીડિયો



