ઇન્ટરનેશનલનેશનલ

‘ટ્રેનીંગ આપો અને ઘરે જાઓ’, H-1B વિઝા પોલિસીમાં ફેરફાર; ભારતીય IT પ્રોફેશનલ્સ પર થશે અસર

વોશિંગ્ટન ડી સી: તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યું દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસમાં પુરતું ટેલેન્ટ નથી, યુએસને બહારના કુશળ ઇમિગ્રન્સ્ ની જરૂર છે. તેમણે સંકેત આપ્યા હતાં કે H-1B વિઝાના નિયમોમાં છૂટ આપવામાં આવી શકે છે. એવામાં ટ્રંપ વહીવટીતંત્ર H-1B વિઝા પોલિસીમાં ફેરફાર કર્યો છે.

H-1B વિઝામાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારનો હેતું વિદેશી નિષ્ણાતોને યુએસ લાવવા, અમેરિકનોને તાલીમ આપવા અને પછી તેમને પાછા મોકલવાનો છે. આ ફેરફારોની સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે કહ્યું કે કુશળ વિદેશી નિષ્ણાતોને યુએસમાં લાવવા અને અમેરિકનોને તાલીમ આપવા માટે વિઝા પોલિસીમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની નોલેજ ટ્રાન્સફર સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકન વર્કર્સને તાલીમ આપવાનો અને મેન્યુફેક્ચરિંગ, શીપ બિલ્ડીંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોને વેગ આપવાનો છે.

નવી પોલિસી મુજબ વિદેશી નિષ્ણાતો ફક્ત ટૂંકા સમયગાળા માટે જ યુએસમાં રહેવાની મંજુરી આપવામાં આવશે. સ્થાનિક વર્કર્સને તાલીમ આપ્યા બાદ તેમને વતન પાછા ફરવું પડશે. બેસન્ટે સ્પષ્ટપણે કહ્યું, “ટ્રેઈન ધ યુએસ વર્કર્સ, એન્ડ ગો હોમ.”

બેસન્ટે એમ પણ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર $100,000 થી ઓછી કમાણી કરતા પરિવારો માટે USD 2,000 ટેક્સ રિબેટ આપવાની યોજના પર વિચાર કરી રહ્યું છે.

H-1B વિઝા માટેના નિયમો કડક બનાવવામાં આવતા અને નવી અરજીઓ પર એક લાખ યુએસ ડોલરની ફિર લાગુ કરવામાં આવતા ટ્રમ્પની ટીકા કરવામાં આવી રહી છે, જે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ પોલિસીને કારણે યુએસના મહત્વના ઉદ્યોગોમાં ટેલેન્ટની ઉણપ ઉભી થશે.

આ પણ વાંચો…‘અમેરિકા પાસે પૂરતું ટેલેન્ટ નથી…’ H-1B વિઝા મામલે ટ્રમ્પ નરમ પડ્યા!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button